લંડન, તા. 13 : ઓસ્ટ્રેલિયા સામેની એશિઝ સિરીઝની 4-1ની કારમી હાર બાદ ઇંગ્લેન્ડની નવી ટેસ્ટ ટીમમાં
વ્યાપક ફેરફાર થયા છે. ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 4 જૂનથી લોર્ડસ મેદાન પર રમાનાર પહેલી ટેસ્ટની ઇંગ્લેન્ડની 1પ ખેલાડીની ટીમ જાહેર થઇ છે. જેમાં એશિઝ સિરીઝમાં
સામેલ 7 ખેલાડીને બહાર કરી દેવામાં આવ્યા છે. બન્ને
ટીમ વચ્ચેની બીજી અને ત્રીજી ટેસ્ટ 17 અને 2પ જૂનથી ઓવલ અને ટ્રેંટબ્રિજમાં રમાશે. ઓપનર
જેક ક્રાઉલી ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમની બહાર થયો છે. તેણે એશિઝ શ્રેણીમાં 27.30ની સરેરાશથી રન કર્યાં હતા. તેના સાથે એમલિઓ
ગેને તક મળી છે. તેણે કાઉન્ટી ક્રિકેટમાં શાનદાર દેખાવ કરી પપ2 રન બનાવ્યા છે. ઉપકપ્તાન ઓલિ પોપ પણ બહાર થયો
છે. તેના સ્થાને યુવા જેકબ બેથલ ત્રણ નંબર પર બેટિંગ કરશે. બેથલ હાલ આરસીબી તરફથી આઇપીએલમાં
રમી રહ્યો છે. જેમ્સ રિયૂને પહેલીવાર ટેસ્ટ ટીમમાં તક મળી છે. જોફ્રા આર્ચર પહેલી ટેસ્ટ
માટે ઉપલબ્ધ નથી. બાયડન કાર્સ ઇજાને લીધે ટીમ બહાર છે. સોની બેકર અને મેથ્યૂ ફિશરના
રૂપમાં બે નવા બોલરને જગ્યા મળી છે. ઇંગ્લેન્ડ ટેસ્ટ ટીમ: બેન સ્ટોકસ (કેપ્ટન), જો રૂટ, રેહાન અહમદ, ગસ એટકિન્સન, સોની
બેકર, શોએબ બશીર, જેકેબ બેથલ, હેરી બ્રુક, બેન ડકેટ, મેથ્યૂ ફિશર,
એમિલિયો ગે, જેમ્સ રિયૂ, ઓલિ રોબિન્સન, જેમી સ્મિથ (વિકેટકીપર) અને જોશ ટંગ.