• શુક્રવાર, 15 મે, 2026

ગાંધીધામ પોલીસ મથકમાં આગથી દોડધામ

ગાંધીધામ, તા. 14 : શહેરના ગુરુકુળ વિસ્તારમાં આવેલા એ-ડિવિઝન પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલમાં આજે બપોરે અચાનક આગ લાગતાં દોડધામ થઇ પડી હતી. અગ્નિશમન દળે પાણીનો મારો ચલાવી થોડી જ ક્ષણોમાં આગને કાબૂમાં લીધી હતી. શહેરના એ-ડિવિઝન પોલીસ મથકના પ્રાંગણમાં પાછળના ભાગે આજે બપોરે અચાનક આગ લાગી હતી. આકરા તાપમાં આગથી ભારે દોડધામ થઇ પડી હતી. પોલીસે જુદા જુદા બનાવોમાં જપ્ત કરેલ મુદ્દામાલ બાથરૂમ નજીક પાછળના ખૂણામાં પ્રાંગણમાં મૂકી રાખ્યું હતું, જેમાં આગથી ત્યાં હાજર પોલીસ સ્ટાફ, અરજદારોમાં દોડધામ થઇ પડી હતી. પોલીસે આગને કાબૂમાં લેવા પાણીનો મારો ચલાવ્યો હતો તેમજ સાથો સાથ અગ્નિશમન દળને પણ જાણ કરવામાં આવી હતી. થોડી જ ક્ષણોમાં અગ્નિશમન દળ આવી જતાં પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આ કાબૂમાં આવી જતાં પોલીસે હાશકારો અનુભવ્યો હતો. આગના આ બનાવમાં ખૂણામાં રાખવામાં આવેલ કેરબા, પાઇપ, પંડા વગેરે કિંમતી ન હોય તેવી વસ્તુઓ સળગી ગઇ હતી. પોલીસે જપ્ત કરેલ આ મુદ્દામાલમાં આગ કેવી રીતે લાગી હશે તેની તપાસ આદરવામાં આવી છે. 

Panchang

dd