નવી
દિલ્હી, તા.
14 : લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ
રાહુલ ગાંધીએ છેલ્લા 22 વર્ષમાં
54 વિદેશ પ્રવાસો કર્યા છે. તેમણે સપ્ટેમ્બર 2025માં પણ ગુપ્ત પ્રવાસો કર્યા હતા તેવા ભાજપે
ગુરુવારે એક પત્રકાર પરિષદમાં પ્રવક્તા અને સાંસદ સંબિત પાત્રાએ દાવો કર્યો હતો. જો
કે, ભાજપના
આ આરોપો પર કોંગ્રેસ પક્ષ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. એક મીડિયા હેવાલ
મુજબ, પાત્રાએ દાવો કરતાં જણાવ્યું હતું કે, રાહુલની દરેક વિદેશ યાત્રામાં ત્રણથી ચાર લોકો સાથે હતા. આ યાત્રાઓનો કુલ ખર્ચ
આશરે રૂા. 60 કરોડ
હતો. રાહુલના સોગંદનામા મુજબ, છેલ્લા 10 વર્ષમાં તેમની જાહેર કરેલી આવક રૂા. 11 કરોડ હતી,
તો આ યાત્રાઓ માટે કોણે પૈસા આપ્યા અને ભંડોળ કોણે આપ્યું તેવો સવાલ
કરવા સાથે ભાજપ પ્રવક્તાએ કહ્યું હતું કે, રાહુલે ભંડોળનો સ્ત્રોત
જાહેર કરવો જોઈએ. ચાલુ વર્ષે જાન્યુઆરીમાં પણ રાહુલ ગાંધી વિયેતનામના પ્રવાસ અંગે ભાજપે
આરોપ લગાવ્યો હતો કે, તેઓ ત્યાં ભારત વિરોધીઓને મળ્યા હશે અને
દેશ વિરુદ્ધ બોલ્યા હશે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું હતું
કે, રાહુલ ગાંધી ભારત વિરુદ્ધ ઝેર ઓકવા માટે વિદેશ જાય છે. તેમણે
માંગ કરી હતી કે, કોંગ્રેસ પાર્ટી સ્પષ્ટ કરે કે, રાહુલ ગાંધીને કોણ અને કયા હેતુ માટે વિદેશમાં આમંત્રણ આપે છે.