• શુક્રવાર, 15 મે, 2026

એલએસજી વિરુદ્ધ સીએસકેની આજે કરો યા મરો સમાન મેચ

લખનઉ, તા.14 : સીઝનની શરૂઆતમાં એક પછી એક હાર સહન કર્યા બાદ સફળ પુનરાગમન કરીને પ્લેઓફ રાઉન્ડ પ્રવેશની મજબૂત દાવદાર પૈકિની એક ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ શુક્રવારના મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ જીત માટે કરો યા મરો કરશે. સીએસકે પોઇન્ટ ટેબલ પર 11 મેચમાં 6 જીતથી 12 અંક સાથે પાંચ નંબર પર છે. તેના હાથમાં હવે 3 મેચ છે. જે તમામમાં હરહાલમાં જીત જરૂરી છે. લખનઉ સુપર જાયન્ટ્સ ટીમ પોઇન્ટ ટેબલ પર તળિયે છે અને તેની પ્લેઓફ રેસ સમાપ્ત થઈ ગઈ છે. તેનો ઇરાદો હોમ ગ્રાઉન્ડ પર સીએસકે વિરુદ્ધ સન્માનજનક જીતનો છે. આ મેચમાં સીએસકે મહારથી મહેન્દ્રસિંહ ધોની મેદાનમાં ઉતરશે કે નહીં તે વિશે સસ્પેન્સ પ્રવર્તી રહ્યું છે. ધોની ટીમ સાથે લખનઉ પહોંચ્યો છે. સીએસકેનું અભિયાન હવે સ્પષ્ટ છે અને તે છે વિજયક્રમ જાળવી રાખવો અને પ્લેઓફમાં જગ્યા બનાવવી. પાછલા કેટલાક મેચમાં સીએસકે ટીમે નિડર ક્રિકેટ રમીને જીત મેળવી છે. જેમાં યુવા ખેલાડીઓનો પણ સહયોગ મળી રહ્યો છે. બીજી તરફ લખનઉ સુપર જાયન્ટ ટીમ બેટિંગ મોરચે સતત સંઘર્ષ કરી રહી છે.  

Panchang

dd