• શુક્રવાર, 15 મે, 2026

ભચાઉ લૂંટ-મારામારીનો કેસ રદ કરવા હાઇકોર્ટનો આદેશ

ગાંધીધામ, તા. 14 : ભચાઉના વીર સાવરકર ચોકમાં મોપેડ અથડાયા બાદ મારામારી અને લૂંટના પ્રકરણમાં રાજ્યની વડી અદાલતે ફરિયાદ રદ કરવાનો હુકમ કર્યો હતો. ભચાઉમાં ગત તા. 27/4/ 2026ના વીર સાવરકર ચોક પાસે આ બનાવ બન્યો હતો. ફરિયાદી ગોવિંદ રૂપા રબારી અને રાધાભાઇ રબારી પગે ચાલીને જતા હતા ત્યારે એક કિશોરની એક્ટિવા અથડાતાં ઝઘડો થયો હતો અને રફીક મોહમદ લંઘા, સલીમ ઇસ્માઇલ કુંભાર, મુસ્તાક ઉમર કુંભાર, ગફુર આમદ કુંભાર, એક અજાણ્યો શખ્સ તથા કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરે મારામારી કરી રૂા. 5200ની લૂંટ કરી હતી જે અંગે પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓની અટક કરી રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યા હતા. રિમાન્ડ મંજૂર ન થતાં આરોપીઓને જેલ હવાલે કરાયા હતા. આ ફરિયાદ રદ કરવા માટે રાજ્યની વડી અદાલતમાં અરજી કરવામાં આવી હતી. ન્યાયાલયએ પક્ષકારોને સાંભળી લૂંટની આ ફરિયાદ રદ કરી આરોપીઓને જેલમાંથી મુક્ત કરવાનો હુકમ કર્યો હતો. આરોપીઓ વતી હાઇકોર્ટના ધારાશાત્રી કમલેશભાઇ કોટાઇ તથા સ્થાનિક ધારાશાત્રી સિધિકભાઇ આઇ. નારેજા, રમેશ જી. પરમાર, આસિફ એ. રાયમા, મજીદ એ. બાયડ, અલ્ફૈઝ સૈયદ હાજર રહ્યા હતા. 

Panchang

dd