• શુક્રવાર, 15 મે, 2026

માધાપરમાં યુવાનનો ફાંસો ખાઇ આપઘાત

ગાંધીધામ, તા. 14 : ભુજના માધાપર જૂનાવાસમાં રહેતા 33 વર્ષીય યુવાન મનોજ રામસિંહે ગળેફાંસો ખાઇ જીવ દીધો હતો. બીજીબાજુ અંજારના ઝરૂ ગામના રેલવે ફાટક પાસે પાટા પર સૂઇ જઇ ટ્રેનમાં આવી દબડા અંજારના નીલેશ મનજી કાતરિયા (ઉં.વ. 54)એ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું તેમજ પડાણામાં અગાઉ ગટરમાં પડી જતા રમેશ ધારશી દેવીપૂજક (ઉં.વ. 40)નું મોત થયું હતું. માધાપરના જૂનાવાસમાં શિવશક્તિ ટાયર દુકાનની બાજુમાં રહેતા મનોજ નામના યુવાને ગઇકાલ રાતથી આજે સવાર સુધીના અરસામાં કોઇ પણ સમયે અંતિમ પગલું ભરી લીધું હતું. આ યુવાને અગમ્ય કારણોસર ફાંસો ખાઇ અનંતની વાટ પકડી હતી. તેના કૌટુંબિક ગોવિંદ લાલજી કુશ્વાહએ તેને સારવાર અર્થે લઇ જતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. માધાપર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. અંજારના દબડામાં રહેનાર નીલેશ કાતરિયા નામના આધેડે ગત તા. 13/5ના બપોરે ઝરૂ ગામ બાજુ હતા તેમણે રેલવે ફાટક નજીક પાટા પર સૂઇ જઇ પોતાનો જીવ દીધો હતો. ગંભીર ઇજાઓને પગલે તેમને સારવાર અર્થે લઇ જવાતાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. તેમણે કેવા કારણોસર આ પગલું ભર્યું હશે તેની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. વધુ એક અપમૃત્યુનો બનાવ પડાણામાં ગત તા. 24/4ના ઢળતી બપોરે બન્યો હતો. રમેશ દેવીપૂજક નામનો યુવાન ધોરીમાર્ગ પાસેની ગટરમાં પડી જતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેને વધુ સારવાર અર્થે અમદાવાદ લઇ જવાયો હતો, જ્યાં તેણે સારવાર દરમ્યાન છેલ્લાશ્વાસ લીધા હતા. 

Panchang

dd