• શુક્રવાર, 15 મે, 2026

સારા ટેલરે ઇતિહાસ રચ્યો : ઇંગ્લેન્ડ પુરુષ ટેસ્ટ ટીમની ફિલ્ડિંગ કોચ બની

લંડન, તા.14 : ઇંગ્લેન્ડ મહિલા ટીમની પૂર્વ દિગ્ગજ વિકેટકીપર સારા ટેલરે ઈતિહાસ રચ્યો છે. તે ઇંગ્લેન્ડની સીનીયર પુરુષ ટેસ્ટ ટીમની ફિલ્ડિંગ કોચ બની છે. સારા ટેલર પુરુષ ટેસ્ટ ટીમના કોચિંગ સ્ટાફમાં સામે થનારી પહેલી મહિલા કોચ બની છે. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે ન્યુઝિલેન્ડ સામેની આગામી ટેસ્ટ સિરીઝ અગાઉ સારા ટેલરની ફિલ્ડિંગ કોચપદે નિયુક્તિ કરી છે. 37 વર્ષીય સારા ટેલરે અગાઉ ઇંગ્લેન્ડ લાયન્સ (ઇંગ્લેન્ડ એ ટીમ) સાથે કામ કર્યું છે. જ્યાં તેની કામગીરીથી મેનેજમેન્ટ પ્રભાવિત થયું છે. આથી તેની ઇંગ્લેન્ડની સિનીયર પુરુષ ટીમના કોચિંગ સ્ટાફમાં જગ્યા આપવામાં આવી છે. સારા ટેલર આ પહેલા સસેકસ પુરુષ ટીમને કોચિંગ આપી ચૂકી છે. સારા ટેલરની ગણના મહિલા ક્રિકેટમાં વિશ્વની શ્રેષ્ઠ વિકેટકીપર તરીકે થાય છે.  તેણીએ ઇંગ્લેન્ડ તરફથી ત્રણેય ફોર્મેટમાં 226 મેચ રમ્યા છે. 10 ટેસ્ટમાં 300 રન અને 20 શિકાર છે. વન ડેમાં 126 મેચમાં 406 રને અને ટી-20 ઇન્ટરનેશનલમાં સારાના ખાતામાં 90 મેચમાં 2177 રન છે. આ બે ફોર્મેટમાં 87 અને 23 કેચ સાથે પ1-1 સ્ટમ્પિંગ છે. 

Panchang

dd