• શુક્રવાર, 15 મે, 2026

અંજાર નગરપાલિકાની ટીમે પ્રતિબંધિત 80 કિલો પ્લાસ્ટિકનો જથ્થો ઝડપ્યો

અંજાર, તા. 14 : અહીંની નગરપાલિકા ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી  80 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરીને રૂા. બે હજારની દંડાત્મક વસૂલાત કરવામાં આવી હતી. પ્રતિબંધિત પ્લાસ્ટિક મુક્ત અંજારના ભાગરૂપે સરકારની સૂચના અન્વયે હાથ ધરાયેલી વિશેષ ઝુંબેશ તળે 120 માઈક્રોનથી ઓછી ઝાડાઈ ધરાવતી પ્લાસ્ટિક થેલીનો ઉપયોગ અટકાવવા માટે  પાલિકાની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં લારી-ગલ્લા તેમજ જુદી-જુદી દુકાનોમાં તપાસ હાથ ધરીને 80 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો હતો. આ જથ્થાની કિંમત રૂા. 12 હજાર આંકવામાં આવી છે. આ ઉપરાંત પાલિકા દ્વારા રૂા. બે હજારની દંડની રકમ વસૂલાઈ હતી. આગામી દિવસોમાં પણ લારી-ગલ્લા અને વેપારી સંસ્થાનોમાં તપાસ ઝુંબેશ ચાલુ રહેશે તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખનારા સામે કાર્યવાહી કરવામાં આવશે. આ કામગીરીમાં પાલિકાના મુખ્ય અધિકારી તુષાર ઝાલરિયા અને ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ રશ્મિનભાઈ ભીંડેનાં માર્ગદર્શન તળે સ્ટાફગણ જોડાયો હતો. 

Panchang

dd