ઢાકા, તા. 2 : બાંગલાદેશ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી ટી-20 મેચ વરસાદનાં કારણે 15-15 ઓવરની કરાઈ હતી. બાંગલાદેશે પહેલા બેટિંગ કરતાં
14.2 ઓવરમાં 102 રન કરીને ઓલઆઉટ થયું હતું, જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની
ટીમે 11.4 ઓવરમાં 104 રન કરીને લક્ષ્ય પાર પાડયું હતું. આ સાથે ટી-20 શ્રેણી સરભર થઈ હતી, કારણ કે, પહેલી મેચ બાંગલાદેશે જીતી હતી. બીજી ટી-20 વરસાદમાં ધોવાઈ હતી. બાંગલાદેશ તરફથી તોહિદ
હૃદોયે 33 અને લિટન દાસે 26 રન કર્યા હતા, જેની મદદથી બાંગલાદેશની ટીમ
102 રન સુધી પહોંચી શકી હતી. બાદમાં લક્ષ્યનો પીછો
કરવા ઊતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ 33 રનમાં
જ ચાર વિકેટ ગુમાવી ચૂક્યું હતું. જો કે, બેવોન જેકોબ્સે 31 બોલમાં 62 રન કરીને ટીમને જીત અપાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. આ ઉપરાંત ઓપનર ટિમ
રોબિન્સે 23 અને ડીન ફોક્સક્રોફટે 15 રન કર્યા હતા.