ગાંધીધામ, તા. 2 : આદિપુરમાં શખ્સે યુવતી ઉપર દુષ્કર્મ ગુજાર્યું હોવાનો મામલો પોલીસ દફ્તરે નોંધાયો હતો.
આરોપી રજાક વલીમામદ રાયશી (રહે. ભીરંડિયારા, તા. ભુજ)એ 24 વર્ષીય યુવતી સાથે વાતચીત કરીને તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધીને
તેના ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. આ ઉપરાંત તહોમતદારે પીડિતાને રાજસ્થાનના બાડમેરમાં
લઈને પણ આ પ્રકારનું હીન કૃત્ય કર્યું હોવાનું
ફરિયાદમાં વર્ણવવામાં આવ્યું છે. આ બનાવ ગત તા. 13/12/2025થી જુદા-જુદા સમય અને સ્થળે બન્યો હતો. આ ગુનામાં
સામેલ આરોપીને પકડી પાડયા સહિતની દિશામાં પોલીસે
વધુ છાનબીન આરંભી છે.