નવી
દિલ્હી, તા.
2 : આઇપીએલ 2026માં કાઇલ જેમિસનની એક હરકત તેને ભારે પડી છે.
રાજસ્થાન રોયલ્સ સામે શુક્રવારે રમાયેલા મુકાબલામાં દિલ્હી કેપિટલ્સના ફાસ્ટ બોલરને
આઇપીએલ આચાર સંહિતાના ઉલ્લંઘનનો દોષિત માનવામાં આવ્યો છે. આઈપીએલ તરફથી જાહેર કરવામાં આવેલા સત્તાવાર નિવેદન
અનુસાર જેમિસનને એક ડિમેરિટ પોઇન્ટ આપવામાં આવ્યો છે અને સાથે ચેતવણી પણ આપવામાં આવી
છે. આ બનાવ મેચ નંબર 43નો
છે. જે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ બનાવ બીજી ઓવરનો છે. જેમાં જેમિસને
સૂર્યવંશીને આઉટ કર્યો હતો. વિકેટ લીધા બાદ જેમિસન બેટ્સમેનની નજીક જઈને આક્રમક અંદાજમાં
ઉજવણી કરી રહ્યો હતો. જેને ઉશ્કેરણીજનક વ્યવહાર માનવામાં આવ્યો છે. આઇપએલ તરફથી કહેવામાં
આવ્યું છે કે જેમિસને આર્ટિકલ 2.5નું
ઉલ્લંઘન કર્યું છે. જેમિસને પોતાની ભૂલ સ્વીકારી લીધી છે અને મેચ રેફરી રાજીવ શેઠ દ્વારા
આપવામાં આવેલી સજાનો સ્વીકાર કર્યો હતો.