ભુજ, તા. 1 : મૂળ કચ્છના વતની અને હાલ વડોદરામાં
રહેતા સ્વ. કુંદનલાલ રાણાના પુત્ર મહેશભાઇ રાણા (વડોદરા) ટેબલ ટેનિસમાં નેશનલ લેવલે
ગોલ્ડ વિજેતા થયા છે. ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા દિલ્હી તરફથી પ્રાયોજિત અને મહારાષ્ટ્ર
ટેબલ ટેનિસ એસોસિયેશન પૂનામાં આયોજિત ગુજરાત સ્ટેટ માસ્ટર ટેબલ ટેનિસ અમદાવાદ તરફથી
મહેશ રાણા રમવા ગયા હતા. ફાઇનલમાં ગુજરાતની ટીમે કર્ણાટક સ્ટેટને હરાવી ટ્રોફી, ગોલ્ડ મેડલ અને રોકડ ઇનામ સાથે ચેમ્પિયનશિપ
મેળવી હતી.