• રવિવાર, 03 મે, 2026

અંજાર ક્ષત્રિય સમાજવાડીનાં નવીનીકરણ માટે મહારાણી દ્વારા 25 લાખનું અનુદાન

અંજાર, તા. 2 : શહેર ક્ષત્રિય સમાજ ભવનના નવીનીકરણ માટે મહારાણી પ્રીતિદેવી હાઈનેષ્ટ ઓફ કચ્છ દ્વારા અંજાર શહેર ક્ષત્રિય સમાજને રૂપિયા 25 લાખનું માતબર અનુદાન આપવામાં આવ્યું છે. યોગદાન માત્ર આર્થિક સહાય નહીં, પરંતુ તે કચ્છના રાજવી પરિવાર અને પ્રજા વચ્ચેના અતૂટ સંબધોની સાબિતી  હોવાની લાગણી વ્યક્ત કરાઈ છે. આ અમૂલ્ય દાનનો ઉપયોગ ક્ષત્રિય રાજપૂત સમાજ ભવનના રિનોવેશન તેમજ વિસ્તૃતીકરણના કાર્ય સાથે સામાજિક ઉત્થાન અને ભવ્ય સાંસ્કૃતિક વિરાસતનાં જતન માટે કરવામાં આવશે. સ્વ. મહારાવ પ્રાગમલજી ત્રીજાના લોકકલ્યાણના વારસાને આગળ ધપાવતાં તે સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજ માટે ગૌરવની વાત છે. આ અનુદાન બદલ અંજાર શહેર ક્ષત્રિય સમાજના પ્રમુખ દશરથસિંહ જાડેજા, ઉપપ્રમુખ રણજીતસિંહ જાડેજા, મહામંત્રી બ્રિજરાજસિંહ જાડેજા, સહમંત્રી શ્રીપાલસિંહ જાડેજા, ખજાનચી જિતેન્દ્રસિંહ પરમાર, ટ્રસ્ટી સહદેવસિંહ જાડેજા, ધીરુભા રાણા, દિલીપસિંહ વાઘેલા, અજિતસિંહ ચુડાસમા, પૃથ્વીરાજસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજાએ અંજાર શહેર ક્ષત્રિય સમાજ વતી ગૌરવ અને આભારની લાગણી વ્યક્ત કરી હતી. 

Panchang

dd