નવી
દિલ્હી, તા.
2 : રાધા યાદવ અને યાસ્તિકા ભાટિયાની વાપસી સાથે
ભારતે મહિલા ટી20 વિશ્વકપ અને તેની પહેલાના ઇંગ્લેન્ડના પ્રવાસ
માટે મજબૂત ટીમની ઘોષણા કરી છે. ટીમની પસંદગી શનિવારે થયેલી પસંદગી સમિતિની બેઠકમાં
થઈ હતી. જેમાં કેપ્ટન હરમનપ્રીત કૌર, મુખ્ય કોચ અમોલ મજૂમદાર, પસંદગી સમિતિના
અધ્યક્ષ અમિતા શર્મા અને બીસીસીઆઇ સચિવ દેવજીત સૈકિયા સામેલ રહ્યા હતા. ટીમમાં હરમનપ્રીત કૌર પાસે કમાન રહેશે. આ ઉપરાંત
સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, ઋચા ઘોષ,
યાસ્તિકા ભાટિયા, નંદિની શર્મા, ક્રાંતિ ગૌડ, રાધા યાદવ, જેમિમા
રોડ્રિગ્સ, રેણુકા સિંહ, શ્રેયંકા પાટિલ,
શ્રી ચરણી, અરુંધતિ રેડ્ડી, અનુષ્કા શર્મા અને દીપ્તિ શર્મા સામેલ છે. ફાસ્ટ બોલર નંદિની શર્માને ટીમમાં
પહેલી વખત જગ્યા મળી છે કારણ કે કાશવી ગૌતમ અને અમનજોત કૌર ઈજાનાં કારણે બહાર છે. ટીમમાં ગયાં વર્ષે વર્લ્ડ કપ જીતનારી ટીમના 11 ખેલાડીને જગ્યા મળી છે. વર્લ્ડ કપની શરૂઆત 12 જૂનથી ઇંગ્લેન્ડમાં થશે. ભારત અભિયાનની શરૂઆત
14 જૂનના બર્મિંઘમમાં પાકિસ્તાન સામેના મેચથી કરશે.
જ્યારે ઇંગ્લેન્ડ પ્રવાસે લોર્ડસ ટેસ્ટ માટે હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, પ્રતિકા રાવલ, શ્રી ચરણી, યાસ્તિકા
ભાટિયા, નંદિની શર્મા, હરલીન દેઓલ,
રેણુકા સિંહ, ક્રાંતિ ગૌડ, સાયલી સતઘરે, સ્નેહ રાણા સામેલ છે.