હૈદરાબાદ, તા. 2 : આઇપીએલની વર્તમાન સીઝનમાં નિરાશાજનક પ્રદર્શન
કરનારી કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો રવિવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થવાનો છે.
સનરાઇઝર્સે ખરાબ શરૂઆત બાદ વાપસી કરી છે અને વર્તમાન સમયે ટોચની ચાર ટીમમાં રહેવાની
દાવેદારીમાં આગળ છે. સનરાઇઝર્સની ટીમ સતત પાંચ મેચ જીતી ચૂકી છે અને પોઇન્ટ ટેબલમાં
ત્રીજા ક્રમાંકે છે. તેણે અત્યારસુધીમાં છ મેચ જીતી છે અને ત્રણમાં હારનો સામનો કરવો
પડયો છે. મેચ બપોરે 3.30 વાગ્યાથી
હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. હૈદરાબાદ માટે મજબૂત પક્ષ હંમેશાં
બેટિંગ રહી છે. સનરાઇઝર્સ પાસે ટૂર્નામેન્ટમાં અત્યારસુધીમાં સર્વાધિક રન કરનારા બેટ્સમેનની
યાદીમાં બીજા અને ત્રીજાં સ્થાને રહેલા અભિષેક શર્મા અને હેનરિક ક્લાસેન છે. બીજી તરફ
કેકેઆરએ 2025માં નિરાશાજનક પ્રદર્શન બાદ પણ અજિંક્ય રહાણેને
કેપ્ટન જાળવી રાખ્યો છે તેમ છતાં હજી સુધી ટીમને આગળ લઈ જઈ શક્યો નથી.