મુંદરા, તા. 2 : મુસ્લિમ અગ્રણીને બદનામ કરવાના કેસ મામલે આરોપીઓની આગોતરા જામીન અરજી હાઇકોર્ટે
નકારી હોવાના તા. 2/5/26ના
અંકમાં પ્રસિદ્ધ અહેવાલમાં પ્રસિદ્ધ વિગત ખરી ન હોવાની સ્પષ્ટતા કરાઈ છે. અખિલ કચ્છ
સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ સલીમ એ. જત અને મહામંત્રી આદમ પડયારે સ્પષ્ટતા
કરી છે કે, હુકમને ખરાઈ કર્યા વિના પ્રસિદ્ધ કરાવવામાં આવ્યો છે, હકીકતમાં હાઇકોર્ટ સુપ્રીમ કોર્ટના અરનેશ કુમારના ચુકાદાને આધીન હુકમ આપ્યો
છે, જેથી આગોતરા જામીન નકારાયાની હકીકત ખરી નથી. બંન્ને અરજદારો
સામે પ્રાથમિક કોઈ સીધો પુરાવો ન હોવાનું તારણ અપાયું છે તેમજ લેબર કોર્ટ અને તપાસ
અધિકારીને અરનેશકુમારના ચુકાદાની માર્ગદર્શિકા અનુસરવા કહેવાયું છે. 7 વર્ષથી નીચેની સજાનો કેસ હોવાથી પોલીસને કોર્ટની
પરવાનગી વિના બંન્ને અરજદારોની ધરપકડ ન કરવા જણાવાયું છે. આ સાથે પોલીસને સહકાર, નિવેદન માટે હાજરીના નિર્દેશ
સાથે પોલીસને પણ ધરપકડની જરૂર જણાય તો નોટિસ કોર્ટની પરવાનગીનો આદેશ અપાયો છે.