અમેરિકા અને ઈરાન વચ્ચે અધકચરા યુદ્ધવિરામમાં હાકલા અને પડકારા
ચરમસીમાએ છે. હવે આ જંગ લશ્કરી મોરચા અને રાજદ્વારી મંત્રણાઓની સાથેસાથે ડિજિટલ મોરચે
પણ જામ્યો છે. આધુનિક યુદ્ધના નવાં-નવાં સંસ્કરણો સામે આવતી આ લડાઈમાં
હવે સોશિયલ મડિયાનું પરિમાણ પણ જોડાયું છે. સ્વાભાવિક રીતે જ મોરચે શબ્દો, દાવા, તસવીરો અને ધમકીઓનો
શત્રો તરીકે છૂટા હાથે ઉપયોગ થઈ રહ્યો છે. ડિજિટલ રણમેદાનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ
ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાન વચ્ચે સીધો જંગ ચાલી રહ્યો
છે. ટ્રમ્પે સંખ્યાબંધ પોસ્ટ સોશિયલ મીડિયા
પર અપલોડ કરી છે, તેમાં એક પોસ્ટમાં તેઓ હાથમાં બંદૂક લઈને હવે
સારા માણસ થવાનો સમય પૂરો એવો સંદેશ આપે છે, તો બીજામાં તેમણે
તોફાન આવી રહ્યંy છે એવી ચેતવણી
આપી છે. સ્પષ્ટ છે કે, તેઓ પોતાને આક્રમક નેતા તરીકે દુનિયા સમક્ષ
દર્શાવવા માગે છે. સામાપક્ષે ઈરાન પણ મેદાનમાં
છે, તેના નેતાઓ અમેરિકાના ઈરાદા પરાસ્ત થઈ રહ્યા હોય તેવા દાવા
સતત કરતા રહે છે. ઈરાનના રાષ્ટ્રપતિ પેજેશ્કિયાને
પણ અમેરિકાની દરિયાઈ નાકાબંધ સફળ નહીં થાય એવો હુંકાર કર્યે છે, તેમણે આ નાકાબંધીને વૈશ્વિક કાયદાની વિરુદ્ધની ગણાવીને દુનિયામાં ક્રૂડ તેલના
ભાવ 140 ડોલરને આંબી જશે એવો ભય પણ બતાવ્યો છે. ઈરાનના સર્વોચ્ચ વડા મુર્તજા ખોમેનીએ તો એટલી હદે
કહ્યું છે કે, અમેરિકા હોર્મુઝની ખાડીએ
ડૂબી જશે. આમ સોશિયલ મીડિયામાં રોજ નવા-નવા આકરા વાગ્બાણો ચાલી રહ્યાં છે. દરેક પોસ્ટ
દુનિયામાં ક્રૂડના ભાવો પર સીધી અસર કરી રહી છે. શાંતિની જારા અમથી વાત ભાવોને ઘટાડે
છે અને હાકલા-પડકારા ભાવોને ભડકે બાળે છે.
મનોવૈજ્ઞાનિકો માને છે કે, ચોતરફથી ઘેરાયેલા અને હતાશ
ટ્રમ્પ હવે પોતાની જાતને વિજયી બતાવવા સોશિયલ મીડિયા પર છેલ્લા પાટલે બેઠા છે. સ્વતંત્ર
નિરીક્ષકોના મત મુજબ ઈરાને તેના પડોશી આરબ દેશોમાં અમેરિકાના લશ્કરી થાણા પર ભારે હુમલા
કરીને તેમને ગંભીર નુકસાન પહોંચાડયું છે. અમેરિકાના મોટાભાગના શત્રો નષ્ટ પામ્યાં છે.
તેનાં નાશ પામેલાં લશ્કરી મથકોને ફરી બેઠાં કરતાં અમેરિકાને હવે અબજો ડોલરનો ખર્ચ થાય
તેમ છે. આરબ દેશો હવે અમેરિકાથી અંતર જાળવવા લાગ્યા છે, એટલે
અમેરિકાએ તેના વિમાનવાહક જાહાજોને દરિયામાં તૈનાત કરીને એશિયા અને યુરોપથી શત્રો લાવવાં
શરૂ કર્યાં છે. જો કે, હવે અમેરિકાને ઈરાન પર નવો હુમલો કરીને
તેમાં સફળતા મળે એવો વિશ્વાસ રહ્યો હોય તેમ જણાતું નથી. આવામાં હવે દુનિયાનું ધ્યાન
હોર્મુઝની ખાડીના પરિવહન વ્યવહારને યથાવત્ કરવા પર કેન્દ્રિત થયું છે. ટ્રમ્પ આ નાકાબંધીનો
શત્ર તરીકે ઉપયોગ કરીને ઈરાનને રૂંધવા માગે છે, પણ ઈરાનના તેવર
જોતાં આ વ્યૂહ બંને બાજુએ અસર કરે તેવો હોય તેમ જણાઈ રહ્યંy છે.
સ્પષ્ટ છે કે, હવે અમેરિકા
અને ઈરાન વચ્ચે રણમેદાન નહીં પણ ડિજિટલ મોરચા પરના જંગ પણ દુનિયાએ નજર રાખવી અનિવાર્ય
બની રહેશે.