ભુજ, તા. 2 : તાલુકાના મોખાણા ગામે ઓગસ્ટ-2020 દરમ્યાન બનેલા મહાવ્યથા અને રાયોટિંગ સહિતના
આરોપોવાળા ચકચારી કેસમાં તમામ છ આરોપીને નિર્દોષ ઠેરવતો ચુકાદો અદાલતે આપ્યો હતો. અઢાર
સાક્ષી અને આઠ દસ્તાવેજી પુરાવા તપાસવા સાથે બન્ને પક્ષની દલીલો સાંભળી અત્રેની અધિક
ચીફ કોર્ટે આરોપી મોખાણાના નિકુંજ શામજી વરચંદ, વિરમ મ્યાજર વરચંદ, દિનેશ લક્ષ્મણ વરચંદ,
ધુલાભાઈ ત્રિકમ વરચંદ, રામજીભાઈ રણછોડ વરચંદ અને
રવાભાઈ ત્રિકમ વરચંદને નિર્દોષ ઠેરવતો ચુકાદો આપ્યો હતો. ઈજા પામનાર અને તબીબની જુબાની
તથા કેસના તબીબી ઈતિહાસમાં વિરોધાભાષ હોવાનું તારણો સાથે કોર્ટે આ ચુકાદો આપ્યો હતો.
મોખાણા ગામે દિનેશ લક્ષ્મણ વરચંદની વાડી ઉપર હુમલાની આ ઘટના બની હતી, જેમાં ગોપાલ જીવા વરચંદ, કેસના ફરિયાદી મહેશ ગોપાલ વરચંદ,
દીપક ગોપાલ વરચંદ અને રમેશ ગોપાલ વરચંદને ઈજાઓ થયાનો કેસ નોંધાયો હતો.
કેસની સુનાવણીમાં આરોપીઓ વતી વકીલ તરીકે ભુજના સંતોષસિંહ આર. રાઠોડ, ચિન્મય આચાર્ય, જિગરદાન ગઢવી, રોહિત
મહેશ્વરી, નીલેશ વી. જોષી અને ભૂમિ પી. પંડયા હાજર રહ્યા હતા.