• રવિવાર, 03 મે, 2026

આજે ગુજરાતની નજર જીતની હેટ્રિક ઉપર

અમદાવાદ, તા. 2 : ગત મેચમાં પંજાબ કિંગ્સનો વિજયરથ થંભી ગયો છે અને હવે તે સતત ત્રીજી જીત નોંધાવવા માટે પ્રતિબદ્ધ ગુજરાત ટાઇટન્સ સામે રવિવારે અમદાવાદમાં 7.30થી રમાનારી મેચમાં ફરીથી પોતાના અભિયાનને ટ્રેક ઉપર લાવવાની કોશિશ કરશે. રાજસ્થાન રોયલ્સે સપ્તાહની શરૂઆતમાં પંજાબ કિંગ્સના અજેય અભિયાન ઉપર રોક મૂકી દીધી હતી. તેમ છતાં પંજાબ કિંગ્સની ટીમ આઠ મેચમાં 13 પોઇન્ટ સાથે ટેબલમાં ટોચનાં સ્થાને છે. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ  બેંગ્લોર, સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ પંજાબથી માત્ર એક પોઇન્ટ પાછળ છે. આવી સ્થિતિમાં પંજાબ ઉપર દબાણ રહેશે. સતત છ જીત મેળવીને શરૂઆતી બઢત બનાવનારી પંજાબની ટીમમાં બોલિંગને લઈને સમસ્યા છે. પંજાબના બેટ્સમેનોની જેમ બોલિંગમાં નિરંતરતા રહી નથી. મહત્ત્વપૂર્ણ વળાંકે બોલિંગની કમજોરી ટીમ ઉપર ભારે પડી શકે છે. બીજી તરફ ગુજરાત ટાઇટન્સ સતત બે મેચ જીતીને જીતની હેટ્રિક લગાડવા મેદાનમાં ઊતરશે. જો કે, ગુજરાતની સફર ભારે ઉતારચડાવ ભરેલી રહી છે. 

Panchang

dd