ગાંધીધામ, તા. 28 : ગુજરાત સ્ટેટ ટેબલ ટેનીસ એસોસીએશન અને કચ્છ ડીસ્ટ્રીક ટેબલ ટેનસી
એસોસીએશનના ઉપક્રમે ગાંધીધામમાં 13 વર્ષ બાદ
રમાતી નેશનલ ટીટી ટુર્નામેન્ટમાં ગર્લ્સ ઞ-15 ટીમ સ્પર્ધાનો પ્રારંભ એકતરફી
જીત અને રોમાંચક ટક્કરોથી થયો છે. મુખ્ય દાવેદારોમાં બંગાળ, મહારાષ્ટ્ર, પીએસપીબીએ, કર્ણાટક,
આસામ, રાજસ્થાન, એનસીઓઈ અને
તમીલનાડુએ શરૂઆતમાં જ બે-બે જીત મેળવીને પ્રી-ક્વાર્ટરફાઇનલ માટે પોતાનું સ્થાન મજબૂત
બનાવ્યું છે. છતાં, ગ્રુપ મેચોના અંતિમ રાઉન્ડ હજુ બાકી હોવાથી
ટોચના સ્થાનો માટેની હરીફાઈ ખુલ્લી છે. ઉદ્ઘાટન દિવસે સૌથી રોમાંચક મુકાબલાઓમાંથી એક
ગ્રુપ જીમાં જોવા મળ્યો, જ્યાં ગુજરાતે હિમાચલ પ્રદેશને 3-2થી હરાવવા માટે કપરો સંઘર્ષ કર્યો હતો.
ઉતાર-ચડાવથી ભરેલા મુકાબલામાં ચાર્મી ત્રિવેદીએ શરૂઆતમાં રૂદ્રાંશી સામે લાંબી
અને કઠિન મેચ ગુમાવી હતી. જતેથી ગુજરાત પર
દબાણ આવ્યું. દાનિયા ગોડિલે તરત જ શાનદાર સીધી ગેમ જીતથી સ્કોર સમાન કર્યો, પરંતુ ડબલ્સમાં હિમાચલે ફરી લીડ મેળવી હતી. પરાજયની
કગાર પર ઉભેલા ગુજરાત માટે દાનિયાએ દબાણમાં ઉત્તમ પ્રદર્શન કરતાં રૂદ્રાંશી સામે ચાર
ગેમમાં જીત મેળવી અને ટીમને પાછી સ્પર્ધામાં લાવી. અંતિમ જવાબદારી ચાર્મી પર આવી,
જેણે આરાત્રિકા શર્મા સામે શાંત અને સચોટ રમત બતાવી સીધી ગેમમાં જીત
મેળવી અને ગુજરાતને મહત્વપૂર્ણ વિજય અપાવ્યો હતો. આ જીતે સારો પ્રારંભ આપ્યો,
પરંતુ નજીકના અંતરે મળેલી જીતે કઠિન પડકારનો સંકેત આપ્યો. આ ચેતવણી બીજા
રાઉન્ડમાં સાચી સાબિત થઈ, જ્યાં ગુજરાત એન.સી.ઓ.ઈસામે 1-3થી હારી ગયું છે અને હવે ઝારખંડ
સામેની અંતિમ ગ્રુપ મેચ પર ક્વોલિફિકેશન નિર્ભર છે. અન્ય ગ્રુપોમાં પણ તીવ્ર મુકાબલાઓ
જોવા મળ્યા હતા. ગ્રુપ ડીમાં કર્ણાટકે હરિયાણાને 3-2થી હાર આપી હતી. જેમાં
તનિશ્કા કલભૈરવે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. રાશી રાવે અંતિમ મેચ જીતીને ટીમને ટોચ
પર મજબૂત બનાવી હતી. ગ્રુપ ઈમાં અસામે તેલંગાણાને
3-2થી હરાવ્યું. દિવિજા પૉલે શરૂઆતમાં
લીડ અપાવી અને તેલંગાણાના સાન્વી કમરાપુના પ્રતિકાર છતાં આસામે શાંતિ જાળવી રાખી, જેમાં ઈશાની ગોગોઇએ નિર્ણાયક જીત મેળવી લીધી
હતી.મહત્વપૂર્ણ સ્થાનો હજી નક્કી થવાના બાકી છે અને ગુજરાત જેવી ટીમો માટે ક્વોલિફિકેશન
હજી ખુલ્લું છે, જેથી લીગ તબક્કાનો અંત ખૂબ જ રોમાંચક બનવાની
શક્યતા છે. બીજા એક કઠિન મુકાબલામાં કેરળે મિઝોરમને 3-2થી હરાવ્યું, પરંતુ તેલંગાણા મિઝોરમને હરાવીને ગ્રુપ ઈમાંથી
બીજા ક્રમે ક્વોલિફાય થઈ શકે છે.