મુંદરા, તા. 28 : રામકૃષ્ણ સેવા મંડળના ઉપક્રમે
મુંદરામાં નવનિર્મિત રામકૃષ્ણ પ્રાર્થના હોલ અને આશ્રમનું સોમવારે ઉદ્ઘાટન થશે. આ પ્રસંગે
ખાસ ઉપસ્થિત રામકૃષ્ણ મઠ અને મિશન, બેલુર મઠના સૌથી વરિષ્ઠ ઉપપ્રમુખ સ્વામી સુહિતાનંદજી મહારાજ આશીર્વચન અને વ્યાખ્યાન
પાઠવશે. તા. 30 માર્ચના અહીંના
જૂના બંદર રોડ સ્થિત ઝૂલેલાલ પાર્ક-1, દરિયાલાલ મંદિર પાસેના નવા પ્રાર્થના ખંડનો સવારે 10 વાગ્યે સંતોના હસ્તે અભિષેક
થશે. એ પછી સ્વામી સુહિતાનંદજી મહારાજ આશીર્વચન પાઠવશે. આ પ્રસંગે વિવિધ વરિષ્ઠ સાધુ-સંતો
રામકૃષ્ણ આશ્રમ સરગચીના સચિવ સ્વામી વિશ્વમયાનંદજી,
રામકૃષ્ણ મિશન પોરબંદરના સચિવ સ્વામી આત્મદીપાનંદજી, રામકૃષ્ણ મઠ, ભુજના અધ્યક્ષ સ્વામી સુખાનંદજી મહારાજ,
રામકૃષ્ણ મઠ, અમદાવાદના અધ્યક્ષ સ્વામી પ્રભુસેવાનંદજી,
રામકૃષ્ણ મિશન, વડોદરાના સચિવ સ્વામી ઈષ્ટમયાનંદજી,
બેલુર મઠના સ્વામી ચંદ્રકાંતાનંદજી, રામકૃષ્ણ મઠ,
આદિપુર અધ્યક્ષ સ્વામી મંત્રેશાનંદજી, રામકૃષ્ણ
આશ્રમ રાજકોટના સ્વામી મેધાજાનંદજી ઉપસ્થિત રહેશે. નોંધનીય છે કે, થોડા સમય પહેલાં જ મુંદરામાં રામકૃષ્ણ સેવા મંડળ દ્વારા કાર્યાલય, પ્રાર્થના હોલની સુવિધાનું નવનિર્માણ થયું છે, જેમાં
લાઇબ્રેરી હશે અને આગામી સમયમાં દર્દીઓને હોમિયોપેથિક નિ:શુલ્ક કેમ્પ જેવી સેવાઓ પણ
શરૂ થવાનું આયોજન છે.