ગાંધીધામ, તા. 28 : શહેરની મધ્યમાં આવેલી કોર્પોરેશન
હસ્તકની મહાત્મા ગાંધી માર્કેટના જર્જરીત બિલ્ડીંગ ને તોડી પાડવા માટે 150 દુકાનદારોને દુકાનો 10 દિવસમાં ખાલી કરવા માટેની નોટિસ
આપવામાં આવી છે. જેના પગલે વેપારીઓમાં થોડી નારાજગી પણ જોવા મળી હતી. વેપારીઓ જર્જરિત
ઇમારતની મરામત કરવાની માંગ કરી રહ્યા છે પરંતુ કોર્પોરેશન મરામતમાં રૂપિયા ખર્ચ કરવાના
બદલે જર્જરીત ઈમારતને તોડી પાડીને નવી બિલ્ડીંગ બનાવવા નું આયોજન ઘડી રહ્યું છે. હાલના
સમય મહાનગરપાલિકા દ્વારા જોડિયા શહેરોમાં જર્જરિત બિલ્ડીંગો સામે કાર્યવાહી કરવામાં
આવી રહી છે ગાંધીધામમાં ત્રણ જર્જરીત ઈમારતોને ખાલી કરાવવામાં આવી રહી છે અને તેને
સીલ કરવામાં આવશે ને ત્યારબાદ તોડવાની કાર્યવાહી કરાશે. જોકે અમુક બિલ્ડીંગ તો તોડવામાં પણ આવી રહી છે.
જૂની શાકમાર્કેટ ને પણ તોડી પાડવામાં આવી છે લોકો માટે ખતરા રૂપ ઇમારતો ખાલી કરવામાં
આવી રહી છે અથવા તો તોડી પાડવામાં આવી રહી છે અને હવે શહેરની મધ્યમાં આવેલી ગાંધી માર્કેટ
પણ ખાલી કરાવાય રહી છે મહાનગરપાલિકા દ્વારા
ગાંધી માર્કેટમાં 150 દુકાનોને
10 દિવસમાં ખાલી કરવા માટેની નોટિસ
આપવામાં આવી છે નીચે 58 દુકાનો છે
જ્યારે પ્રથમ અને બીજા માળે 48-48 દુકાનો છે.
આ માર્કેટમાં 8 દુકાનો કોર્પોરેશનની છે કોર્પોરેશન ઈમારત
તોડીને નવી બિલ્ડીંગ બનાવશે શનિવારે દુકાનદારોને નોટિસ આપી ત્યારે વેપારીમાં થોડો આક્રોશ
જોવા મળ્યો હતો અમુક વેપારીઓના કહેવા મુજબ જર્જરિત ઇમારતને મરામત કરવામાં આવે પરંતુ
મહાનગરપાલિકા મરામતમાં રૂપિયા ખર્ચ કરવા માંગતી નથી બિલ્ડીંગ તોડીને નવું બનાવવા માંગે
છે ને એટલા માટે જ નોટિસ આપવામાં આવી છે. લોકોના
રોજગાર ધંધા બાબતે પણ વેપારીઓએ સવાલો ઉઠાવ્યા હતા પરંતુ અધિકારીઓએ આશ્વસ્થ કર્યા છે.
થોડા દિવસ પહેલા જ વેપારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી અને ત્યાર પછી આ નોટિસ આપવાની
કાર્યવાહી થઈ છે.