• શનિવાર, 28 માર્ચ, 2026

ભુજમાં બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની ક્રિકેટ ટૂર્ના. યોજાઈ

ભુજ, તા. 27 : ભુજ બ્રહ્મક્ષત્રિય યુવક મંડળ દ્વારા બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ હિલગાર્ડન ખાતે યોજાઈ હતી. જ્ઞાતિ અગ્રણી મનોજ ઘેલા, પિન્ટુ મચ્છર, પ્રાણજીવન લિયા, શાંતિલાલ મચ્છર, રાજેન્દ્ર દુબલ, યુવક મંડળના પ્રમુખ કિશોર લિયા તેમજ યુવક મંડળના મહામંત્રી જયંત મચ્છરના હસ્તે દીપ પ્રાગટય કર્યા બાદ જ્ઞાતિરત્ન ભવાનજીભાઈ મચ્છરને અંજલિ અપાઈ હતી.  26 ટીમે ભાગ લીધો હતો. ક્રિષ્ના ઈ-બાઇક તથા પાર્થ ટાઇટન્સ એ બંને ટીમ ફાઇનલમાં પહોંચી હતી, તેમાં ક્રિષ્ના ઈ-બાઈક ટીમે બાજી મારી હતી. ફાઇનલની બંને ટીમને તેમજ 15 વર્ષથી નીચેના દરેક ખેલાડીને ચેતન શાંતિલાલ લિયા માંડવી તેમજ પીન્ટુભાઈ તરફથી રોકડ પુરસ્કાર અપાયા હતા. ટીમોને યુવક મંડળ તરફથી મોમેન્ટો અપાયા હતા. ગાંધીધામ, નલિયા, માંડવી, નખત્રાણા, કેરા તેમજ કચ્છમાંથી જ્ઞાતિ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પીયૂષ મચ્છર, હર્ષિલ દુબલ, પ્રજ્ઞેશ મામતોરા, સુમિત મચ્છરે સ્કોરર તરીકે તથા ચંદ્રકાંત ટાટારિયા, અશ્વિન મચ્છર, રાજુ નિર્મળે કોમેન્ટ્રીની સેવા આપી હતી તેમજ સંદીપ નિર્મળ, નયન કીરી, જય મામતોરા, સ્મિત સોનેજીએ અમ્પાયર તરીકેની કામગીરી સાંભળી હતી. ભાવિન મણિયારે ફોટો સહયોગ આપ્યો હતો. સંચાલન સાગર નિર્મળ તથા મુકુંદ મચ્છરે કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે વેલજી મચ્છર, જયંત મચ્છર, પ્રકાશ ઘેલા, ધૈર્ય સોનેજી, હિરેન ગજકંધ, શ્યામ લિયા વગેરેએ જહેમત ઉઠાવી હતી. 

Panchang

dd