• રવિવાર, 29 માર્ચ, 2026

ઊર્જા મથકો પર હુમલા સહન નહીં થાય

નવી દિલ્હી, તા. 28 : પશ્ચિમ એશિયામાં યુદ્ધ પ્રેરિત સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સાઉદી અરેબિયાના રાજકુમાર અને વડાપ્રધાન મોહમ્મદ બિન સલમાન સાથે ફોન પર વાતચીત કરી હતી. મોદીએ કહ્યુyં હતું કે, ઊર્જા મથકોને નાગરિક ઠેકાણાઓ પર હુમલા સહન કરાશે નહીં, બંને નેતા વચ્ચે મધ્ય-પૂર્વમાં સર્જાયેલી પરિસ્થિતિ પર ગંભીર ચર્ચા થઈ હતી. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલાં યુદ્ધને કારણે પશ્ચિમ એશિયામાં વધી રહેલી તાણ દૂર કરવા અને ત્યાં રહેતા ભારતીયોની સલામતી સુનિશ્ચિત કરવા માટે બંને દેશના ટોચના નેતાઓ વચ્ચેની આ વાતચીત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. બંને નેતા સંમત થયા હતા કે, આંતરરાષ્ટ્રીય પાણીમાં જહાજોની અવરજવર જાળવી રાખવી જોઈએ. વૈશ્વિક સપ્લાય ચેઇન જાળવવા માટે શાપિંગ લાઇનને સલામત અને ખુલ્લી રાખવી જરૂરી છે. પીએમ મોદીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે, `મેં ગંભીર પ્રાદેશિક પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે વાત કરી. મેં તણાવમાં વધારો, નાગરિકોના જીવ ગુમાવવા અને નાગરિક માળખાગત સુવિધાઓને થયેલા નુકસાન પર મારી ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી'. પ્રધાનમંત્રીએ સાઉદી અરેબિયામાં રહેતા ભારતીય સમુદાયની સુરક્ષા માટે પૂરા પાડવામાં આવી રહેલા સમર્થન બદલ પણ આભાર વ્યક્ત કર્યો હતો. મોદીએ જણાવ્યું હતું કે, `મેં સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે વાત કરી અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અંગે ચર્ચા કરી. મેં પ્રાદેશિક ઊર્જા અને નાગરિક માળખાં પરના હુમલાઓની ભારતની નિંદાનો પુનરોચ્ચાર કર્યો. અમે સમુદ્રી પરિવહનની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા અને શાપિંગ લાઇન ખુલ્લી અને સલામત રાખવાની જરૂરિયાત પર સંમત થયા. મેં સાઉદી અરેબિયામાં ભારતીય સમુદાયના કલ્યાણ માટે તેમના સતત સમર્થન બદલ તેમનો આભાર માન્યો.

Panchang

dd