કાઠમંડુ, તા. 28 : બાલેન શાહ વડાપ્રધાન બન્યા
પછી તરત બીજા દિવસે જ પૂર્વ વડાપ્રધાન કે.પી. શર્મા ઓલી અને પૂર્વ ગૃહમંત્રી રમેશ લેખકની
પોલીસે શનિવારે સવારે ધરપકડ કરી લીધી હતી. આ કાર્યવાહી વીતેલાં વર્ષે થયેલાં જેન-જી
આંદોલનના મામલામાં થઈ છે. ઓલીને ભક્તપુરના ગુંડ્ડુ સ્થિત તેમના ઘરમાંથી અને રમેશ સવારે
પાંચ વાગ્યે સૂર્યવિનાયકથી પકડાયો હતો. ગૃહ મંત્રાલયની ફરિયાદ બાદ શરૂ થયેલી તપાસના
આધાર પર આ ધરપકડ કરાઈ હતી. તપાસપંચે સૂચન કર્યું હતું કે, બન્ને નેતા પર બેદરકારીનો કેસ કરવો જોઈએ. આ
મામલામાં 10 વર્ષ સુધીની
સજા થઈ શકે છે, અહેવાલમાં અનેક મોટા અધિકારી સામે કાર્યવાહીની વાત પણ કરાઈ છે.