• રવિવાર, 29 માર્ચ, 2026

સંરક્ષણ ક્ષેત્રમાં રચાયો ઇતિહાસ

નવી દિલ્હી, તા. 28 : ભારતીય સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાના ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાયો છે. આજે અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ની મુખ્ય કંપની, અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે સ્વદેશી ઉત્પાદિત 7.62 મિ.મી.ની 2000 `પ્રહાર' લાઇટ મશીનગન (એલએમજી) ભારતીય સેનાને સોંપી હતી. આ સાથે ભારત હવે નાના શત્રોનાં ઉત્પાદનમાં વૈશ્વિક સ્તરે પોતાની ક્ષમતા પુરવાર કરી રહ્યું છે. આ પ્રોજેક્ટની સૌથી નોંધપાત્ર બાબત તેની ઝડપ છે. કંપનીએ કરાર મુજબના નિર્ધારિત સમય કરતાં 11 મહિના વહેલી પ્રથમ બેચની ડિલિવરી પૂર્ણ કરી હતી. સામાન્ય રીતે જે પ્રોડક્શન મોડેલ (એફઓપીએમ) માટે 18 મહિનાનો સમય ફાળવવામાં આવતો હોય છે, તેને અદાણી ડિફેન્સે માત્ર 6 મહિનામાં સાકાર કરી બતાવ્યું છે. જથ્થબંધ ઉત્પાદન ક્લીયરન્સ (બીપીસી) પ્રાપ્ત થયા બાદ હવે તેનું પૂર્ણ કક્ષાએ ઉત્પાદન શક્ય બન્યું છે. આ શત્રોનું ઉત્પાદન મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે ભારતના પ્રથમ સંપૂર્ણ સંકલિત ખાનગી ક્ષેત્રના નાના શત્રોના કારખાનામાં કરવામાં આવ્યું છે. 100 એકરમાં ફેલાયેલી આ સુવિધામાં બેરલ ઉત્પાદન, રોબોટિક્સ, એડવાન્સ્ડ સીએનસી મશાનિંગ અને 25-મીટરની અદ્યતન ફાયારિંગ રેન્જ જેવી સુવિધાઓ એક જ છત નીચે ઉપલબ્ધ છે. આ પ્લાન્ટ વાર્ષિક 1,00,000 શત્રો બનાવવાની ક્ષમતા ધરાવે છે અને તેમાં 90 ટકાથી વધુ સ્વદેશી સ્રોતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. `પ્રહાર' એલએમજી અત્યંત સચોટ અને મજબૂત બનાવવામાં આવી છે. તેના મુખ્ય ટેકનિકલ પાસાઓની વાત કરીએ તો, આ ગનનું વજન 8 કિલોગ્રામ છે અને તેની કુલ લંબાઈ 1100 મિ.મી. છે. તેની અસરકારક ફાયારિંગ રેન્જ 1000 મીટર છે અને તે 7.62ડ્ઢ51 એમએમ કેલિબર ધરાવે છે. આ ગન સેમી-ઓટોમેટિક અને ફુલ-ઓટો (સ્વચાલિત) મોડમાં કાર્ય કરી શકે છે. તેમાં ગેસ રેગ્યુલેટર, 120 રાઉન્ડનું એસોલ્ટ ડ્રમ અને એડજસ્ટેબલ બટ સ્ટોક જેવી આધુનિક સુવિધાઓ આપવામાં આવી છે. 

Panchang

dd