• રવિવાર, 29 માર્ચ, 2026

મોદી 31મીએ ગાંધીધામ-આદિપુર મલ્ટિ ટ્રેકિંગનું લોકાર્પણ કરશે

અમદાવાદ, તા. 28 (અમારા પ્રતિનિધિ તરફથી) : વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી આગામી તા. 31 માર્ચની તેમની ગુજરાત મુલાકાત દરમિયાન રાજ્યના શહેરી વિસ્તારોમાં જનસુખાકારીમાં વૃદ્ધિ કરતા તથા આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડતા રૂા. 5295 કરોડથી વધુના 44  વિકાસલક્ષી પ્રકલ્પનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરીને નાગરિકોને સમર્પિત કરશે, જેમાં અંદાજિત રૂા. 3427.14 કરોડના 26 કામનું ખાતમુહૂર્ત અને રૂા. 1868.40 કરોડના 18 કામોનું લોકાર્પણ કરવામાં આવશે. આ લોકાર્પણ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી તેમજ મંત્રીમંડળના સભ્યો અને અગ્રણી ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે. તે સિવાય રૂા. 257 કરોડના ખર્ચે નિર્મિત કાનાલુસ-જામનગર ડબાલિંગ પ્રોજેક્ટ (27 કિલોમીટર) અંતર્ગત વધારાની રેલવે લાઇન અને ગાંધીધામ-આદિપુર મલ્ટિ ટ્રાકિંગ પ્રોજેક્ટ (11 કિલોમીટર)નું પણ વડાપ્રધાન દ્વારા લોકાર્પણ કરવામાં આવશે. આ પરિયોજનાઓથી ટ્રેનની અવરજવર વધુ ઝડપી અને સુગમ બનશે. સાથોસાથ ગુડ્સની અવરજવર વધુ કાર્યક્ષમ રીતે થશે અને દીનદયાળ પોર્ટ સહિત મહત્ત્વના ઔદ્યોગિક કેન્દ્રો સુધી કનેક્ટિવિટીમાં સુધારો થશે અને સ્થાનિક પ્રવાસન વિકાસમાં પણ યોગદાન આપશે. અમદાવાદ મહાનગર પાલિકાના રૂા. 4640.12 કરોડના કુલ 32 પ્રકલ્પ, ગાંધીનગર મહાનગરપાલિકાના રૂા. 304.82 કરોડના સાત પ્રકલ્પો, ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના રૂા. 272.86 કરોડના ત્રણ પ્રકલ્પો તેમજ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશનના રૂા. 77.74 કરોડના બે પ્રકલ્પનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવામાં આવશે. ઐતિહાસિક નગરી વડનગરના વારસાને જાળવી રાખવા અને પ્રવાસનને વેગ આપવા માટે રૂા. 34.45 કરોડના ખર્ચે `હેરિટેજ ટાઉન શહેરી વિકાસ અને માર્ગ સૌંદર્યીકરણ' પ્રોજેક્ટનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. સાથોસાથ પાટણમાં વડાપ્રધાન રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે. પાટણ શહેરના રહેવાસીઓની સુવિધા માટે રૂા. 43.29 કરોડના ખર્ચે ફાટક નંબર 41-એ (કઈ-41અ) પર 898 મીટર લાંબો થ્રી-લેગ રેલવે ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન અમદાવાદના સાણંદ ખાતેથી ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (ઋઈંઉઈ) દ્વારા સંપન્ન થયેલા રૂા. 271.20 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે.  

Panchang

dd