અંજાર,તા.11 : અહીંના વડનગરા નાગર જ્ઞાતિ મંડળ ધ્વારા ઈષ્ટદેવ હાટકેશ્વર મહાદેવના
પાટોત્સવની ઉમંગભરે ઉજવણી કરવામાં આવી હતી.
આ અંતગર્ત હોમાત્મક લઘુરૂદ્ર સહિતના કાર્યક્રમો યોજાયા હતા. શહેરના ખત્રીચોક
ખાતે આવેલા હાટકેશ્વર મહાદેવ મંદિર માં આજે વહેલી સવારથી દર્શન માટે આસ્થાળુઓની ભીડ
ઉમટી હતી. સવારે હોમાત્મક લઘુરૂદ્ર યોજાયો હતો.જેમાં યજમાન ખંજનબેન કુશલભાઈ પટ્ટણીએ
પૂજનવિધીનો લાભ લીધા હતો. બપોરના સમયે દાતા
અનુપમભાઈ પટ્ટણી પરિવારના સહકારથી સમૂહ પ્રસાદ
કાર્યક્રમ યોજાયો હતો. સાંજના સમયે હાટકેશ હોલ ખાતે લયભાઈ અંતાણીના ધ્વારા મ્યુઝીકલ
હાઉઝી કાર્યક્રમ યોજાયો હતો.જેમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહયા હતા.રાત્રિના મહાપ્રસાદ
કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મંજરીબેન
ભરતભાઈ અંજારીયા પરીવાર પૌત્ર સ્તોત્ર,ત્ર્યક્ષ અને તત્વ ના યજ્ઞોપવિત્ર પ્રસંગે મહાપ્રસાદમાં મીઠાઈના દાતા રહયા હતા.મંડળ ધ્વારા સહભાગી દાતાઓનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. આ
પ્રસંગે જ્ઞાતિના અગ્રણી ધારાશાત્રી નિખિલભાઈ છાયા,દિનેશભાઈ છાયા
તથા દિપકભાઈ અંતાણી, ભરતભાઈ અંજારીયા,ગજેન્દ્રભાઈ
અંતાણી, એલ.વી.વોરા,ડો.વિનુભાઈ ધોળકીયા,ડો.રસનિધી છાયા સહિતના ઉપસ્થિત રહયા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે જ્ઞાતિપ્રમુખ
પિનાકીન વૈષ્ણવના માર્ગદર્શન તળે મંડળના સભ્યો તથા મહિલા મંડળના સભ્યો, જ્ઞાતિજનો સહકાર આપ્યો હતો.