ગાંધીધામ, તા. 11 : પૂર્વ કચ્છ પોલસી તંત્ર દ્વારા
ગુનાહિત ઈતિહાસ ધરાવનારા આરોપી દ્વારા સરકારી જમીન ઉપર કરવામાં આવેલાં દબાણ દૂર કરવાની વિશેષ ઝુંબેશ હાથ
ધરવામાં આવી છે. આ અંતર્ગત રાપર તાલુકાના ગાવિંદપર ગામમાં વધુમાં બે આરોપીઓના અતિક્રમણ ઉપર વહીવટી તંત્રનું બુલડોઝર ફરી વળ્યું
હતું. રાજ્યના પોલીસવડા દ્વારા જિલ્લા પોલીસવડાને 100 કલાકમાં અસામાજિક તત્ત્વો અને ગુનેગારોની યાદી તૈયાર કરી તેની
સામે ધાક બેસાડતી કાર્યવાહી કરવા આદેશ અપાયા હતા,
જેના ભાગરૂપે પૂર્વ કચ્છ પોલીસતંત્ર દ્વારા છેલ્લા લાંબા સમયથી ગુનેગારો
દ્વારા કરવામાં આવેલાં દબાણો દૂર કરવાની ગતિવિધિ ચાલી રહી છે. આ ઝુંબેશ તળે અનેક સરકારી
જમીનો દબાણમુક્ત થઈ છે. આજે રાપર તાલુકાના
ગોવિંદપર બસ સ્ટેશન બાજુમાં આવેલી સરકારી
જમીન ઉપર આરોપી મહેન્દ્રસિંહ અચુભા સોઢા (રહે. ગાવિંદપર) અને નાગજી નોંધા ભરવાડ (રહે.
ગોવિંદપર)એ 10 બાય 10ની
ગેરકાયદેસર દુકાનો બનાવવામાં આવી હતી. પોલીસે આ દબાણો ઉપર બુલડોઝર ફેરવ્યું
હતું. આ બંને આરોપી વિરુદ્ધ આડેસર પોલીસ મથકમાં શરીર સંબંધી, મારામારી, પશુ સંરક્ષણ
ધારા તળે, દારૂના ગુના નોંધાયા હતા.