નવી દિલ્હી, તા. 10 : ચેન્નાઈ સુપર
કિંગ્સનો કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ કોણીની ઈજાને લીધે આઈપીએલ 2025માંથી બહાર થયો છે. તેની જગ્યાએ
ચેન્નાઈની કમાન મહેન્દ્રસિંહ ધોની સંભાળશે. તેના પર ચેન્નાઈનો દેખાવ સુધારવાનો પડકાર
છે. આ પહેલા આઈપીએલ 2022માં પણ રવીન્દ્ર
જાડેજાની જગ્યાએ ધોનીએ જવાબદારી સંભાળી હતી. ચેન્નાઈના કોચ સ્ટીફન ફલેમિંગે ગુરુવારે
ગાયકવાડ બહાર થવાની અને ધોનીને કમાન સોંપવાની પુષ્ટી કરી હતી. ઉલ્લેખનીય છે કે ધોની
કેપ્ટન તરીકે 100થી વધુ વિજય મેળવનારો આઈપીએલનો
એકમાત્ર સુકાની છે. તેને ફરી કપ્તાની સોપાતાં સીએસકેના ચાહકો ખુશ થયા છે.