મુંદરા, તા. 11 : તાજેતરમાં પોર્ટ વિસ્તારમાં
પકડાયેલા વિદેશી દારૂ પ્રકરણ માં મુન્દ્રા પોર્ટ સેઝ કસ્ટમ ના ડેવલોપમેન્ટ કમિશનર શુભ્રા
મેડમ દિલ્હી થી એકાએક મુન્દ્રા પોર્ટ પહોંચ્યા હોવાના હેવાલ છે. બે દિવસ પહેલાં પોર્ટ
સિક્યુરિટી ની સતર્કતા ને કારણે વિદેશી દારૂ બહાર લઈ જતા પકડી પોલિસ હવાલે કરાયો હતો
જે દારૂ અત્રેના અદાણી પોર્ટ ટર્મિનલ પર આવેલી સુરેશ બિઝ ગ્લોબ નામની લીકર શોપ પરથી
લઈ બહાર લઈ જવાની તજવીજ બાદ ઝડપાયેલા શખ્સ વિરુદ્ધ કેસ નોંધાયો હતો. આ લીકર શોપ નો
પરવાનો સેઝ કસ્ટમ દ્વારા અપાયો હોવાથી ગઈ કાલે એકાએક દિલ્હી થી મુન્દ્રા ધસી આવેલા
આવેલા ડેવલોપમેન્ટ કમિશનર આજે સવારથી તપાસ આકરી તપાસ શરૂ કરી હતી.જે અંગે સેઝ કસ્ટમ
ના એસ.ઓ નો સંપર્ક કરતા તેમણે આ વાતને સમર્થન આપ્યું હતું, શો કોજ નોટિસ અંગે પૂછતાં તેમણે ટૂંક સમયમાં
જ આપશેનો જવાબ આપ્યો હતો અને તપાસ પૂરી થયે થી જવાબદારો સામે કારદેસર ના પગલા ભરવામાં
આવશે તેવું જણાવ્યું હતું. મુન્દ્રા કસ્ટમ ના પ્રિસિપલ કમિશનર કે. એન્જાનિયર પણ સેઝ
કસ્ટમમાં કમિશનર સાથે માટિંગ માં જોડાયા હતા અને આગળ ની કાર્યવાહી અંગે ચર્ચા કર્યા
નું જાણવા મળ્યુ છે. આ અંગે મુન્દ્રા કસ્ટમ વિભાગના સીઆઇયુ વિભાગ ની ગઇકાલ થી તપાસ
ચાલુ જે જેમાં કેટલી ડ્યુટી ચોરી સહિત ની વિગતો તપાસાઈ રહી છે.અને સુરેશ બિઝ ગ્લોબ
ના માલિક આશુભાઈ ને તાત્કાલિક અસર થી મુન્દ્રા કસ્ટમ ખાતે બોલાની નિવેદન લેવાયું હતું
,અંગે વધુ વાત કરતા ભશી ના વડા એ અમારા પ્રતિનિધિ ને જણાવ્યું હતું કે,અમે એકાદ દિવસ માં અહેવાલ રજૂ કરશું પણ પરવાનો રદ્દ અધિકાર સેઝ કસ્ટમ પાસે
છે. બીજી બાજુ ગઇકાલ થી મુન્દ્રા પોલીસે પોર્ટ ની બહાર નીકળતા નોર્થ અને ઈસ્ટ ગેટ પર
ના રસ્તા પર કસ્ટમ અને ભારત સરકાર ના પાટિયા મૂકેલા વાહનો ની તપાસ ચાલુ કરી દીધી હતી.હવે
અહીં પ્રશ્ન એ છે કે આ કસ્ટમ અને ભારત સરકાર લખેલા બોર્ડ વાળી ગાડી ને કોની સૂચનથી
પોર્ટ પર કોઈ પણ જાતની રોક વગર જવા દેવાય છે. અદાણી પોર્ટ સિક્યુરિટી દ્વારા તમામ કસ્ટમ
વિભાગ માટે ચાલતી ગાડીઓ અને કસ્ટમ ઓફિસર ની પ્રાઇવેટ ગાડીઓ માં ફાસ્ટેગ લગાડ્યા છે,
જેથી તેઓ કોઈ પણ રોક વગર આવ જાવ કરી શકે,તો પછી
કસ્ટમ અને ભારત સરકાર ના બોર્ડ સા માટે લગાવાય છે.જે અંગે જાણકારો એ જણાવ્યં હતું કે
પોર્ટ પરથી વિદેશી દારૂ,સિગારેટ ની સાથે અનેક પ્રકારની દાણચોરી
સહેલાઈથી કરી શકાય, જેનો પુરાવા સ્વરૂપે દારૂ પકડાયો. સૂત્રો
જણાવેછે કે જે કસ્ટમ જે તે લીકર સોપે ક્યા કયા જહાજ પર ક્યાં ક્રુ મેમ્બર ને કેટલો
જથ્થો આપ્યો ની તપાસ જહાજ માસ્ટર ને ઇમેઇલ દ્વારા વિગતો મેળવી જોઈએ અને તેના જહાજ એજન્ટ
પાસેથી વિગતો મંગાવી જોઈએ ,હવે મુન્દ્રા આવતી મોટા ભાગ ના જહાજો
નો લીકર પોલિસી બનાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે તો અત્યાર સુધી માં આયાત કરેલો
જથ્થો ક્યાં વપરાયો તે જાણી શકાય ,વધુ વાત કરતા સૂત્રો જણાવેછે
કે કસ્ટમ જો તટસ્થ તપાસ કરે તો નિયમ એવો છે કે વિદેશી જહાજ માં આવતા ક્રૂ સભ્યો પાસે
આવ્યા ત્યારે કેટલા ડોલર હતા અને ગયા ત્યારે કેટલા ડોલર હતા અને ખર્ચ ની વિગત દર્શાવવી
પડે ,જે થી તરત ગેરરીતિ પકડાઈ શકે.