ગાંધીધામ, તા. 11 : ભચાઉ તાલુકાના કટારિયાની સીમમાં
રૂપિયાના મુદ્દે ટ્રક ચાલક ઉપર છરી વડે પ્રાણઘાતક હુમલો કરનારા આરોપીને લાકડિયા પોલીસે
ગણતરીના કલાકોમાં પકડી પાડયો હતો. પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, મોરબી-સામખિયાળી ધોરીમાર્ગ ઉપર યુપી બિહાર હોટેલની
સામે રાત્રિના 9 વાગ્યાના
અરસામાં ગાંધીધામના ગહીનારામ સુરજિતકુમાર મંગોતરા સાથે જમવાના પૈસા આપવા બાબતે બોલાચાલી
કરીને આરોપી લખાવિંદરાસિંગ ઉર્ફે લખ્ખાસિંગ ગુરુમુખાસિંગ જાટએ ચપ્પુ વડે ગળાના ભાગે
હુમલો કરીને જીવલેણ ઇજાઓ પહોંચાડી હતી. આ અંગે લાકડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા
બાદ પી.આઈ. જે. એમ. જાડેજા અને સ્ટાફે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડયો હતો.