ભુજ, તા. 11 : શહેરના સુધરાઇ દ્વારા ભુજમાં
જાહેર સ્થળો-માર્ગો પર રખડતા ઢોર પકડવાની કામગીરી શરૂ કરાઇ છે અને છેલ્લા આઠ-દશ દિવસમાં
જ અલગ-અલગ વિસ્તારમાંથી અંદાજે 40થી 45 ઢોરોને પકડી પાંજરાપોળમાં મુકાયા
હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી. ભુજ નગરપાલિકા દ્વારા રોજબરોજ શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી
ઢોર પકડીને અખિલ ગૌશાળા પાંજરાપોળ, કચ્છ યુવા સંઘના સહયોગથી ભુજ તાલુકાના હદ વિસ્તારમાં આવેલ જુદી જુદી પાંજરાપોળમાં
મૂકવામાં આવ્યા છે તથા આ કામગીરી સતતત ચાલુ રહેશે. આથી શહેરના તમામ ઢોર માલિકોને પોતાના
ઢોર માલિકીની જગ્યા પર રાખવા તેમજ ખુલ્લામાં ન છોડવાની સુધરાઇ દ્વારા તાકીદ કરાઇ હતી.
અત્રે ખાસ નોંધનીય છે કે, પકડાયેલા ઢોરને કોઇપણ સંજોગોમાં છોડવામાં
નહીં આવે તેવું સુધરાઇના જવાબદારોએ જણાવ્યું હતું.