• શનિવાર, 12 એપ્રિલ, 2025

ભુજ વડી ટપાલ કચેરીમાં ખાતેદારોની લાંબી લાઈનો : સુસ્ત કામગીરીની રાવ

ભુજ, તા. 11 : શહેરની વડી ટપાલ કચેરીમાં ખાતેદારોએ પોતાના કામો કરાવવા માટે લાંબી લાઈનોમાં ઉભવું પડતું હોવાની ફરિયાદો ઉઠી છે. ખાતેદારોએ ખાલી કાઉન્ટરો, કર્મચારીઓની સુસ્ત કામગીરી અને વારંવાર સર્વર ખોરવાઈ જવાની રાવ કરી હતી. આજે બપોરે પણ હેડ ઓફિસમાં લોકોની ભીડ વચ્ચે કામગીરીમાં વિલંબને પગલે અમુક ખાતેદારો ઉકળી ઉઠયા હતા. બપોરના સમયે રોજ આવી સ્થિતિ સર્જાતી હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો. એક તરફ વડી કચેરીમાં મહેકમથી અડધો સ્ટાફ છે અને બીજી તરફ સર્વર રૂમનું એ.સી. પણ થોડા સમયથી બગડી ગયું હોવાથી તીવ્ર ગરમીના આ દિવસોમાં સર્વર સમયાંતરે ખોરવાઈ જાય છે અને તેને લીધે લોકો માટે પણ હાલાકી સર્જાય છે.એમ સૂત્રોએ કહ્યું હતું. આ સંદર્ભમાં હેડ ઓફિસના પોસ્ટમાસ્તરનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે નાની બચતો માટે અમે થોડા સમયથી એક વધારાનું કાઉન્ટર કાર્યરત કર્યુ છે. આજે તેમાં સ્ટાફ નહીં હોવાથી થોડી તકલીફ થઈ હશે પણ અમારો સ્ટાફ ખાતેદારોને વધુ સમય ઉભવું પડે નહીં એ માટે પ્રયાસશીલ રહે છે. એપ્રિલની શરૂઆત હોવાથી નવા રોકાણો,1પ એચ વગેરેની પણ વધારાની કામગીરી હાલમાં રહેતી હોવાથી ક્યારેક આવી સ્થિતિ સર્જાતી હોય છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd