• રવિવાર, 13 એપ્રિલ, 2025

અસામાજિક તત્ત્વો સામે પોલીસનાં પગલાં

ભુજ, તા. 11 : અસામાજિક તત્ત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવાના રાજ્ય સ્તરેથી છૂટેલા આદેશના પગલે ભુજ તથા કોઠારા વિસ્તારમાં હાથ ધરાયેલી કાર્યવાહીમાં ગેરકાયદે વીજજોડાણ ધરાવતા તત્ત્વોના વીજજોડાણ કાપવા સાથે દંડ ફટકારાયો હતો, જ્યારે માંડવીમાં દંડાત્મક કાર્યવાહી કરાઈ હતી. પોલીસે આપેલી માહિતી મુજબ, ભુજ શહેર બી-ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં પોલીસે તથા પીજીવીસીએલે જુદી-જુદી ટીમ બનાવી રાજુ શંભુ નકવલ, રૂબિના બુઢા મિયાણા, ડાયાબેન કરસનભાઈ પરમાર, હનીફ સુલેમાન કકલ, જાકબ સુલેમાન ત્રાયા, સુમરા કુલસુમ ઈસ્માઈલ અને કાસમઅલી મામદઅલી પઠાણના ઘરના ગેરકાયદે વીજજોડાણ કપાયા હતા અને કુલ રૂા. 1,03,000નો દંડ ફટકાર્યો હતો તથા ત્રણ ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બીજી તરફ અબડાસા તાલુકાના કોઠારા પોલીસ મથક દ્વારા ફકીરા અલાના કોલી, રામજી આચાર કોલી, ભરત કાંતિ કોલી અને મનજી જુસબ કોલીના ગેરકાયદે વીજજોડાણ કાપવા સાથે દંડ કરાયો હતો. અસામાજિક તત્ત્વો વિરુદ્ધ માંડવી પોલીસ મથક દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં દેવરાજ ગોપાલ ગઢવી પાસેથી આધાર-પુરાવા વિનાના કુલ 4 વાહન કબજે લેવાયા હતા, તો કાદરશા લતીફશા સૈયદ, ધવલ કમલ સેવકનું ગેરકાયદે વીજજોડાણ કાપવા સાથે રૂા. 66,000નો દંડ કરાયો હતો, જ્યારે કપિલ દાનસંગજી રાઠોડ, મામદ હસન બલોચ સામે પ્રોહી કાયદા તળે અટકાયતી પગલાં લેવાયાં હતાં અને અસગરઅલી ઉર્ફે ગજની ઓસમાણગની મિયાણા વિરુદ્ધ જાનીન શરત ભંગ અંગે કાર્યવાહી કરાઈ હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd