ભુજ, તા. 21 : હજુ હાલમાં જ મુંદરામાં કુરિયર
સર્વિસ મારફતે મગાવાયેલો માદક પદાર્થનો જથ્થો ઝડપાયો હતો, ત્યાં ફરી વેસ્ટ પોર્ટ મુંદરાથી તણાઈને દરિયાકિનારે
આવેલા ચરસના નવ પેકેટ જેનું કુલ વજન 8.650 અને કિ. રૂા. 13.50 લાખનો જથ્થો પોલીસે કબજે કર્યો હતો. પોલીસે આપેલી માહિતી મુબજ, પેટ્રોલિંગ દરમિયાન આ જથ્થો મળી આવ્યો હતો.
કોઈ અજાણ્યા ઈસમોએ મગાવેલો ચરસનો જથ્થો કચ્છના દરિયાઈ માર્ગેથી હેરાફેરી દરમિયાન ફેંકી
દેવાતાં કે અન્ય કારણે આ માદક પદાર્થનો જથ્થો બિનવારસુ હાલતમાં વેસ્ટ પોર્ટથી પૂર્વ
બાજુના દરિયાકિનારે તણાઈને આવ્યો હતો. આ મામલે પોલીસે તપાસ કરતાં કુલ નવ પેકેટ જેનું
કુલ વજન 8.650 કિલોગ્રામ
કિ. રૂા. 13,50,000નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે
આ મામલે ચરસની ગેરકાયદે હેરાફેરીમાં સંડોવાયેલા અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી
આગળની તપાસ હાથ ધરી હતી.