ગાંધીધામ, તા. 21 : તાલુકાના મીઠીરોહરમાં જમીનમાં ગેરકાયદે બાંધકામ કરનારા પાંચ શખ્સ સામે લેન્ડગ્રેબિંગ સહિતની કલમો તળે ગુનો
નોંધાયો છે. પોલીસનાં સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 14-2-2024થી તા. 20-2-2025 દરમ્યાન
બન્યો હતો. આરોપીઓ કાસમ લંધા સોઢા, ફાતમાબાઈ લધા જાકબ ચાવડા, હવાબાઈ લધા મામદ કકલ,
નૂરબાઈ લધા દમસાલેમામદ, હસન લધા સોઢાએ ફરિયાદી
પુલકિતકુમાર રાજીવકુમાર ગુપ્તાની જમીનમાં દબાણ કર્યું હતું. સર્વે નંબર 553 પૈકીની જમીનમાં ગેરકાયદે ઓરડીઓ
બનાવી જમીન પચાવી પાડી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.