ગાંધીધામ, તા. 21 : આદિપુરમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા શખ્સને પોલીસે દબોચી લીધો
હતો. પોલીસનાં સત્તાવાર સાધનો પાસેથી મળતી
વિગતો મુજબ પૂર્વ બાતમીના આધારે ગત તા. 20ના રાત્રિના અરસામાં લીલાશાહ પ્રોવિઝન સ્ટોરની
બહાર કાર્યવાહી કરાઈ હતી. આરોપી હિતેશ મનોહરલાલ
મેઘરાજાણી આઈ.સી.સી. ટ્રોફીની ચાલતી ભારત- બાંગલાદેશની મેચ ઉપર ઓનલાઈન સટ્ટા બેટિંગની આઈ.ડી. મેળવીને રમતો હતો.
આરોપીના કબજામાંથી 7 હજારની કિંમતનો
મોબાઈલ ફોન અને રૂા. 500 રોકડા કબજે
કરાયા હતા.