નારાયણ સરોવર (તા. લખપત),
તા. 21 : અહીં અન્નક્ષેત્ર
તથા ભોજનાલયના નવીનીકરણ કરાયેલા પ્રવેશદ્વારનું ઉદ્ઘાટન કરાયું હતું. નારાયણ સરોવર
જાગીરના સોનલલાલજી મહારાજ, કોટેશ્વર મહાદેવ
મંદિરના મહંત દિનેશગિરિજી, ગઢશીશાના ચંદુમા તથા હરિદાસજી મહારાજ
ગુરુ વાલરામજી મહારાજ (હરિદ્વાર) દ્વારા મુખ્ય પ્રવેશદ્વારનું ઉદ્ઘાટન નિર્મલાબેન પુરુષોત્તમ
કાનજી ગણાત્રા પરિવારના સરોજબેન મહેશભાઇ ગણાત્રાના હસ્તે કરાયું હતું. ટ્રસ્ટની જનરલ
મિટિંગમાં સંતો, દાતાઓ, કારીગરોનું સન્માન
કરાયું હતું. દાતા સહયોગથી વાલરામ અતિથિ ગૃહનું રિનોવેશન કામ કરાયું હતું. મુખ્ય પ્રવેશદ્વાર
નૂતનીકરણના દાતા ભાવનાબેન પ્રકાશભાઇ, સોમૈયા ટ્રસ્ટ વતી મિતેનભાઇ
સચદેનું સન્માન કરાયું હતું. પ્રભાબેન પોપટ, જમનાદાસ કાનજીએ શુભેચ્છા
પાઠવી હતી. કાર્યક્રમમાં મુંબઇ તથા કચ્છના ટ્રસ્ટી, સભ્યો,
પુરુષોત્તમ કરસનદાસ, પંકજ મંગલદાસ, શરદભાઇ નાનજીભાઇ, મૂળરાજભાઇ ગંગારામ, વિપુલ લાલજી, કલ્પેશભાઇ ઠક્કર, નવીનભાઇ ગણાત્રા, પ્રદીપભાઇ સચદે, વિરાગભાઇ શેઠ, પ્રવીણભાઇ તન્ના ઉપસ્થિત રહ્યા હતા તેવું
ટ્રસ્ટ મંડળ વતી પંકજ ઠક્કરે જણાવ્યું હતું. કચ્છના છેવાડાના વિસ્તારમાં આવતા સાધુ-સંતો
તથા યાત્રિકોને આ અન્નક્ષેત્ર ભોજનાલય દ્વારા 57 વર્ષથી વિનામૂલ્યે ભોજનની સગવડ
અપાય છે, જેમાં વર્ષે ત્રણ લાખથી વધુ ભાવિક લાભ લે છે.