ગાંધીધામ, તા. 21 : અંજાર તાલુકાના અમરાપરમાં દુધઈના શખ્સે પરિણીતાને ધાકધમકી આપી દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ પોલીસ
ચોપડે નોંધાયો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ આ મામલે ભોગ બનનાર પરિણીતાએ આરોપી અલ્લારખા કાસમ સમા (જૂની દુધઈ) સામે ફરિયાદ નોંધાવી છે. આરોપીએ
પરિણીતાનાં ઘરમાં અપપ્રવેશ કરીને વીડિયો વાયરલ
કરવાની ધમકી આપી હતી. ક્યારેક છરી તો ક્યારેક લોખંડનો પાઈપ બતાવી મરજી વિરુદ્ધ બળાત્કાર
ગુજાર્યો હતો. આરોપી છેલ્લાં પાંચ વર્ષથી આ કૃત્ય આચરતો હતો. પોલીસે ગુનો નોંધી વધુ
તપાસ હાથ ધરી છે.