ગાંધીધામ, તા. 21 : ભચાઉ તાલુકાના નેરમાં પરિણીતાને ધાકધમકી કરી એક વર્ષ સુધી બળાત્કાર
ગુજારાયો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. પોલીસનાં સત્તાવાર સાધનો પાસેથી મળતી
વિગતો મુજબ આ બનાવ ગત તા. 1-10- 2024થી
31-1-2025ના અરસામાં બન્યો હતો. આરોપી વિભા ભૂરા રબારીએ હતભાગી પરિણીતાના પતિ વિરુદ્ધ
દાખલ થયેલા કેસમાં છોડાવાની લાલચ આપી મરજી વિરુદ્ધ ખેતરમાં બળાત્કાર
ગુજાર્યો હતો તેમજ ફરિયાદીનાં ઘરમાં પણ અવારનવાર અપપ્રવેશ કરીને દુષ્કર્મ આચર્યું હતું.
ભોગ બનનાર પરિણીતાના ફોટા પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની તેમજ દીકરાને મારી નાખવાની
ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે વધુ તપાસ આદરી છે.