• શુક્રવાર, 25 ઑક્ટોબર, 2024

ગાંધીધામમાં પીજીવીસીએલની આંતર વર્તુળ લોન ટેનિસ ટૂર્નામેન્ટ યોજાઈ

અંજાર, તા. 24 : અહીંના પી.જી.વી.સી.એલ. અંજાર વર્તુળ કચેરી દ્વારા ગાંધીધામના કેડીટીટીએ રમતગમત સંકુલમાં આંતર વર્તુળ લોન ટેનિસ ટૂર્નામેન્ટ યોજાઈ હતી. આ પ્રતિયોગિતામાં  વર્તુળ કચેરીની 12 ટીમ, ઝોનલ કચેરી, ભાવનગરની 1 ટીમ તથા વડી કચેરી રાજકોટની 1 ટીમ એમ પુરુષ અને ત્રી મળી કુલ 14 ટીમોએ ભાગ લીધો હતો.  કાર્યક્રમનું ઉદ્ઘાટન ડેપ્યુટી જનરલ મેનેજર ભાવનગર ઝોનલ કચેરીના શ્રી નિસરતાના હસ્તે કરાયું હતું. તથા હરીફાઈમાં  પુરુષ વિભાગમાં ડબલ્સ લોન ટેનિસ ટૂર્નામેન્ટમાં પ્રથમ ક્રમે જૂનાગઢ વર્તુળ કચેરીના એમ.પી. ગોર અને યુ. પી. વસાવડા, દ્વિતીય ક્રમે અમરેલી વર્તુળ કચેરી ટીમના  એચ.પી. ભટ્ટ અને શ્રી ડી.બી. સોરઠિયા, મહિલા વિભાગમાં પ્રથમ ક્રમે અંજાર વર્તુળ કચેરીના  મેઘના ઠાકર અને  એન.એસ. ખરાડી, સિંગલ્સ ટૂર્નામેન્ટના પુરુષ વિભાગમાં પ્રથમ ક્રમે ભાવનગર વર્તુળ કચેરીના  કે.એ. ત્રિવેદી અને દ્વિતીય ક્રમે અમરેલી વર્તુળ કચેરીના એચ.પી. ભટ્ટ, ત્રીજા ક્રમે ભુજ વર્તુળ કચેરીના  બી.એ. લાહેજી, ચોથા ક્રમે અંજાર વર્તુળ કચેરીના જુનિયર ઈજનેર  જીતેન એમ. પરમાર તથા પાંચમાં ક્રમે જૂનાગઢ વર્તુળ કચેરીના  એમ.પી. ગોર રહ્યા હતા. એવી જ રીતે મહિલા વિભાગમાં પ્રથમ ક્રમે  મેઘના ઠાકર રહ્યા હતા અને  દ્વિતીય ક્રમે એન.ડી. સાટોડિયા, ત્રીજા ક્રમે  એન.એસ. ખરાડી, ચોથા ક્રમે કુ. મનીષા જેઠવા, પાંચમાં ક્રમે કુ. વર્ષા ગાડિયા રહ્યા  હતા. સમગ્ર કાર્યક્રમમાં  વિશેષ મુખ્ય ઈજનેર વર્તુળ કચેરી   એ. એસ. ચૌધરીના માગદર્શન તળે ટૂર્નામેન્ટને સફળ બનાવવા માટે અંજાર વર્તુળ કચેરીના હિસાબી અધિકારી  બી.કે. મહેશ્વરી, ગાંધીધામ પેટા વિભાગીય કચેરીના જુ.ઈ.  આર.એસ. રંગવાની, અંજાર વિભાગીય કચેરીના સિનિયર આસિસ્ટન્ટ  રણછોડભાઈ છાંગા અને નાયબ અધીક્ષક  પી.એ. વાળા તથા કમિટીના તમામ કર્મચારીઓએ સહકાર આપ્યો હતો. વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને ઇનામ વિતરણ  એ. એસ. ચૌધરી, શ્રી નિસરતા,  એમ.આર. ધામેચા, શ્રી બી.કે. મહેશ્વરીના  હસ્તે અપાઈ હતી.  ટૂર્નામેન્ટમાં કોચ તરીકે મનીષ હિંગોરાનો સહકાર સાંપડયો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang