• શુક્રવાર, 25 ઑક્ટોબર, 2024

પુનડી સીમમાં ગેરપ્રવૃત્તિના ઇરાદે આવતા ત્રણ શખ્સ બંદૂક સાથે જબ્બે

કોડાય (તા. માંડવી), તા. 24 : ગઇકાલે રાતે પુનડીની સીમમાં સંભવત: શિકાર જેવી ગેરપ્રવૃત્તિ અર્થે ભુજથી આવતા ત્રણ શખ્સની બોલેરોનો પીછો કરી કોડાય પોલીસ-ગ્રામજનોએ ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી એક દેશી બંદૂક અને 26 નંગ કારતૂસ મળી આવ્યા હતા. આ અંગે કોડાય પોલીસ અને ગ્રામજનો પાસેથી મળેલી વિગતો મુજબ કોડાય પોલીસના હે.કો. વિપુલભાઇ ચૌધરીને રાતે બાતમી મળી હતી કે, ભુજથી એક બોલેરો કેમ્પરમાં અમુક ઇસમો બંદૂક (અગ્નિશત્ર) અને કારતૂસો સાથે પુનડીની સીમમાં ગેરપ્રવૃત્તિ અર્થે આવી રહ્યા છે. આ બાતમીના આધારે કોડાય પોલીસ પંચો એવા પુનડીના સરપંચ મહેન્દ્રસિંહ દિલુભા જાડેજા તથા અનિરુદ્ધસિંહ કનકસિંહ જાડેજાને બાતમીની સમજ આપી સમર્પણ?આશ્રમ પાસે વોચમાં હતા. પોલીસની સાથે પુનડી ગામના જાગૃતો પૂર્વ સરપંચ અજિતસિંહ જાડેજા અને એસ.પી.એમ. ફાર્મના મેનેજર નરેન્દ્રસિંહ જાડેજા તથા યુવાનો પણ?જોડાયા હતા. બાતમીવાળી ભુજથી આવતી બોલેરો કેમ્પરને રોકાવા પોલીસે ટોર્ચ લાઇટથી ઇશારો કરતાં ચાલકે વાહન ઊભું રાખ્યું નહીં અને માંડવી તરફ દોડાવી હતી. પોલીસ તથા પંચો-ગ્રામજનોએ વાહનોથી પીછો કરી પુનડી પાસે આરોપીઓ વાહન મૂકી નાસવા લાગતાં તેઓને ઝડપી લીધા હતા. બોલેરો કેમ્પર નં. જી.જે. 12 સી.ડી. 5799 કિં. રૂા. બે લાખ તથા એક બંદૂક કિં. રૂા. 1000 અને 26 નંગ જીવતા કારતૂસ કિં. રૂા. 260 તથા બે મોબાઇલ કિં. રૂા. 10,000 એમ કુલે રૂા. 2,11,260ના મુદ્દામાલ સાથે આરોપીઓ અકરમ અજીમ થેબા, સુલેમાન ઉમરશા શેખ અને સાહિલ મીઠુ સના (રહે. ત્રણે ભુજ)ને કોડાય પોલીસે ઝડપી આર્મ્સ એક્ટ તળે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ?ધરી છે. કોડાય પોલીસના ઇન્ચાર્જ પી.આઇ. ડી.ડી. શિમ્પીની સૂચનાથી પી.એસ.આઇ. વી. જી. પરમાર, હે.કો. હરચંદભાઇ પટેલ, પૃથ્વીરાજસિંહ વાઘેલા, વિપુલભાઇ પરમાર, વિપુલભાઇ?ચૌધરી, દિલીપસિંહ સિંધવ, મોહનભાઇ લોઢા, કોન્સ. કિશોરસિંહ જાડેજા અને વિપુલભાઇ બાંભણિયા જોડાયા હતા.નોંધનીય છે કે, આ બનાવ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું  કે, પુનડીની સીમમાં શિકાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની વિગતો ગ્રામજનો સમક્ષ ધ્યાને આવતાં તેની જાણકારી મેળવી પોલીસને વાકેફ કરાતાં આ સફળ કામગીરી પાર પડાઇ હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang