• શુક્રવાર, 25 ઑક્ટોબર, 2024

દિલ્હી ડીઆરઆઈની મુંદરામાં તપાસ

મુંદરા, તા. 24 : મુંદરા પોર્ટમાંથી જોખમી પદાર્થના નિયમોના ઉલ્લંઘન દ્વારા આયાતના ઉપરાછાપરી હેવાલોના કેન્દ્રીય સ્તરે પડઘા પડ્યા છે અને દિલ્હી ડીઆરઆઈની ટુકડી મુંદરા પહોંચી છે, જ્યાં તેમણે તપાસ આદરવા સાથે અન્ય એજન્સીઓએ પણ હરકતમાં આવીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સાથે આજે  કેટલાક સીએફએસમાં વધુ કન્ટેનરોને પણ અટકાવી તપાસ શરૂ કરાઈ છે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ, પ્રતિબંધિત તરબૂચના બીજનો 100 કરોડનો જથ્થો જપ્ત અને એ પહેલાં મિક્સ હાઈડ્રોકાર્બન અને બેઝ ઓઈલનાં નામે ડીઝલની આયાતની શંકાના આધારે અટકાવાયેલા 100 કન્ટેનરના નેગેટિવ લેબ રિપોર્ટના કચ્છમિત્રના હેવાલના ઉપર સુધી પડઘા પડ્યા છે અને ઉપલા સ્તરેથી તપાસ શરૂ થઈ છે. જો કે ડીઆરઆઈનો સંપર્ક સાધતાં તેમણે આજે સત્તાવાર કંઈ હેવાલનો ઈન્કાર કરીને સંખ્યાની અજાણતા દર્શાવતાં કન્ટેનરોને અટકાવવાની વાતનું સમર્થન કર્યું હતું. દરમ્યાન સૂત્રોએ ઉમેર્યું કે, દિલ્હી ડીઆરઆઈ ખાસ કરીને જોખમી પદાર્થના પરિવહન સંબંધી તપાસ આદરી રહી છે અને અહીં જ્વલનશીલ પદાર્થની આયાત, સંગ્રહ અને પરવાનગી માટેના લાયસન્સનો મુદ્દો ફરી ઉપસ્થિત થયો છે. આ ઉપરાંત ડીઝલની શંકાના આધારે અટકાવાયેલાં 200 કન્ટેનરો બે-ચાર મહિનાથી પોર્ટમાં પડયાં છે અને તેના ફ્લેક્સી ટેન્કમાં ડીઝલનો જથ્થો મનાય છે, તેની તપાસ ઝડપી આદરી જોખમ ટાળવું જરૂરી છે. અહીં સૌથી મોટો સવાલ એ ઊઠે છે કે જહાજ પહોંચ્યાના 48 કલાક પહેલાં જાહેર થઈ જાય છે તો ઈન્વર્ડના આધારે આવો જોખમી જથ્થો ઉતારવાની કસ્ટમ પરવાનગી જ શા માટે આપે છે? દરમ્યાન, કસ્ટમ સંલગ્ન સૂત્રોએ એવો દાવો કર્યો કે, બેફામ બનેલી આ ડીઝલ આયાત સિન્ડિકેટમાં એક જ માસ્ટર માઈન્ડ છે, જે નોકરી કરતાં કરોડપતિ બની ગયો છે અને ગાંધીધામ સ્થિત હોવા છતાં મુંદરા કસ્ટમમાં તેની વધુ હાજરી વર્તાય છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang