• શુક્રવાર, 25 ઑક્ટોબર, 2024

ઓરિસ્સા-પ.બંગાળમાં `દાના'નો ઓથાર

પુરી, તા. 24 : બંગાળની ખાડીમાં ઉઠેલું ચક્રવાતી વાવાઝોડું `દાના' ધસમસતું ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના કિનારા તરફ કહેર મચાવવા આવી રહ્યું છે અને મધરાત્રે લેન્ડફોલ થવાનું હોવાના અહેવાલ છે. બન્ને રાજ્ય એલર્ટ પર છે અને કુલ 11 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે, 300થી વધુ ફલાઈટ અને પ00થી વધુ ટ્રેન રદ કરવામાં આવી છે. વાવાઝોડાને પગલે 7 રાજ્યમાં સાવચેતીરુપ પગલાં ઉઠાવાયા છે.  ભુવનેશ્વર હવામાન વિભાગે જણાવ્યું કે ગુરુવારે મધ રાત્રે ર વાગ્યા આસપાસ વાવાઝોડું ભિતરકનિકા નેશનલ પાર્ક અને થાપરા પોર્ટ પાસે ત્રાટકે તેવી સંભાવના છે. લેન્ડફોલ પ કલાક સુધી ચાલશે દરમિયાન 1ર0 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. એનડીઆરએફ અને ફાયર વિભાગની ર88 ટીમ તૈનાત છે. સમુદ્રમાં ર મીટર ઉંચી લહેરો ઉઠી છે. છેલ્લી સ્થિતિએ 1પ કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું છે. ઓરિસ્સા, બંગાળ ઉપરાંત બિહાર, ઝારખંડ, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ અને તમિલનાડુ એલર્ટ પર છે. હવામાન વિભાગ અનુસાર `દાના' વાવાઝોડું તા.ર4મીને રાત્રે લેન્ડફોલ કરે તેવી સંભાવના છે. દરમિયાન 1ર0/130 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વાવાઝોડાની અસર બિહાર અને ઝારખંડ સુધી જોવા મળી શકે છે. ઓરિસ્સામાં ભારે વરસાદ પડી રહ્યો છે. સંભવિત ખતરાને ધ્યાને લઈ ભુવનેશ્વર એરપોર્ટ સાંજથી બંધ કરાયું છે. કોલકત્તામાં ગુરુવાર સાંજથી શુક્રવાર સવાર સુધીની ફલાઈટો રદ કરવામાં આવી છે. ર00થી વધુ ટ્રેનો રોકી દેવામાં આવી છે. રાજય સરકારોએ રાહત શિબિરો શરૂ કરી છે. મદદ માટે હેલ્પલાઈન જારી કરવામાં આવી છે. સિવિલ સેવા પરીક્ષા રદ્દ કરાઈ છે. હવામાન વૈજ્ઞાનિક ડો.મૃત્યુંજય મહાપાત્રએ કહ્યું કે ગંભીર ચક્રવાતી વાવાઝોડા તરીકે `દાના' પુરી અને સાગર દ્વિપ વચ્ચે ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના કિનારાને પાર કરશે. જેની અસરથી ભારે વરસાદ પડશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang