• શુક્રવાર, 25 ઑક્ટોબર, 2024

ગાંધીધામમાં મહિલા પાસેથી મોબાઈલની ચીલઝડપ

ગાંધીધામ, તા. 24 : અહીંના સિંધુબાગ નજીક બે અજાણ્યા ઇસમો મહિલા પાસેથી મોબાઈલની ચીલઝડપ કરી પલાયન થઈ ગયા હતા. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ તા. 21/10ના સાંજના અરસામાં આ બનાવ બન્યો હતો. અહીંના ગુરુકુળ વિસ્તારમાં રહેતા ભાવેશ કાંતિલાલ ટંડેલ પત્ની સાથે શાકભાજી લેવા જતા હતા ત્યારે પાછળથી નંબરપ્લેટ વગરની મોટરસાઈકલ પર બે શખ્સો આવી ગયા હતા અને મહિલા પાસેથી મોબાઈલ ફોન રૂપિયા 16,999નો ઝૂંટવી આરોપી નાસી ગયા હતા. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang