• શુક્રવાર, 25 ઑક્ટોબર, 2024

નિંગાળમાં મોટરસાઈકલ ગતિમાં ચલાવવા મુદ્દે પાંચ જણનો યુવાન ઉપર છરી વડે હુમલો

ગાંધીધામ, તા. 24 : અંજાર તાલુકાના નિંગાળમાં  મોટરસાઈકલ સ્પીડમાં ચલાવવા મુદ્દે  પાંચ જણે  યુવાન ઉપર  છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની કોશિશ કરી હોવાનો મામલો અંજાર પોલીસ ચોપડે નોંધાયો હતો. નિંગાળ ગામના ચાર રસ્તા પાસે  ગઈકાલે રાત્રિના 9 વાગ્યાના અરસામાં આ બનાવ  બન્યો હતો. ભાદ્રોઈ વાડાવાસમાં રહેતા અને ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરતા નીતિનભાઈ દેવશીભાઈ રબારીએ નિંગાળના આરોપી સિદ્ધિક હસન, હબીબ હસન બાફણ, સાલેમામદ અયુબ કેવર, અબ્દુલ સિદ્ધિક બાફણ, હસન સિદ્ધિક બાફણ વિરુદ્ધ ફરિયાદ ગુનો નોંધાવ્યો હતો.  પોલીસસૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે  ફરિયાદી અને તેમના સંબંધી જેસંગ કરમશી રબારી મોટરસાઈકલ સ્પ્લેન્ડર જીજે.-12-ડી.એન.-2758  લઈને  ખંભરા ખેતર બાજુ જતા હતા તે સમયે ભાદ્રોઈ બાજુથી ફરિયાદીની પાછળથી પોતાનાં વાહનમાં અડીને  ફુલ સ્પીડે મોટરસાઈકલ નીકળી હતી, જેથી ફરિયાદીએ તેમનો પીછો કર્યો હતો. દરમ્યાન આ વાહનચાલક મારીંગણા  ગામના બસ સ્ટેશન પાસે નાનાં બાળકને  અડફેટે  લેતાં  રહી ગયા હતા. ફરિયાદીએ તેનો પીછો કરી આ વાહનચાલકને  સ્પીડમાં વાહન ચાલવવા માટે ઠપકો આપ્યો હતો. ત્યારબાદ ઠપકો ખાનાર  આરોપીએ  ફોન કરીને અન્ય આરોપીઓને બોલાવ્યા હતા. આરોપી સિદ્ધિકે ફરિયાદી અને તેમના  સંબંધી સાથે ભૂંડી ગાળો આપી બોલાચાલી કરી હતી. અન્ય આરોપીઓએ છરી વડે  હુમલો કરતાં ફરિયાદી યુવાનને  બંને હાથમાં છરી વાગી હતી.  હત્યાના પ્રયાસના મામલામાં પોલીસે આ બનાવમાં  સંડોવાડેલા આરોપીને પકડી પાડવા સહિતની દિશામાં  તપાસ આરંભી છે.   

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang