• શુક્રવાર, 25 ઑક્ટોબર, 2024

6798 કરોડના બે રેલવે પ્રોજેક્ટ મંજૂર

નવી દિલ્હી, તા.24 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વડપણ હેઠળ આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકે 6798 કરોડનાં બે મહત્ત્વપૂર્ણ રેલવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. જેનાથી બિહાર અને આંધ્રપ્રદેશને લાભ થશે. આ સીવાય અવકાશ ક્ષેત્રની કામગીરી માટે 40 સ્ટાર્ટઅપને સહાય માટે 1 હજાર કરોડ રૂપિયાનું ભંડોળ પણ મંજૂર કરવામાં આવ્યું છે.  રેલવેનો પહેલો પ્રોજેક્ટ અમરાવતી રેલવે લાઈનનો 87 કિ.મી. લાંબો છે. આ નવી લાઈનથી હૈદરાબાદ, ચેન્નઈ અને કોલકતા જેવા પ્રમુખ શહેરો સાથે સીધો રેલસંપર્ક સ્થાપિત થશે. બીજા પ્રોજેક્ટનો ઉદ્દેશ ઉત્તર બિહાર અને પૂર્વોત્તરનાં રાજ્યો વચ્ચે સંપર્ક સ્થાપવાનો છે. જેમાં 2પ6 કિ.મી. અંતરની રેલવે લાઈન બિછાવાશે. અંદાજે 4પપ3 કરોડ રૂપિયાનાં અનુમાનિત ખર્ચનાં આ ડબલ લાઈન રેલવે પ્રોજેક્ટનાં માર્ગમાં 40થી વધુ પુલ પણ બનશે. આમાં પાવન અયોધ્યા શહેરને સીતામઢી સાથે જોડવામાં પણ આવશે. ત્રણ રાજ્ય, આંધ્રપ્રદેશ, તેલંગણ અને બિહારનાં આઠ જિલ્લાને આવરી લેતી રેલવે પરિયોજનામાં રેલવે નેટવર્ક 311 કિ.મી. જેટલો વિસ્તરશે. આમાં 168 ગામોને જોડાશે. નવ નવા સ્ટેશન બનશે અને 12 લાખની આબાદીને તેનાથી રેલવેની સુવિધા મળશે.  કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટનાં નિર્ણયોની ઘોષણા કરતાં ઉમેર્યું હતું કે, આ વખતે દીવાળી અને છઠ પૂજા માટે 7000 વિશેષ ટ્રેનો પણ દોડાવવામાં આવશે. જેમાં આશરે 2 લાખ અધિક લોકોને સેવાનો લાભ મળશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang