• શુક્રવાર, 25 ઑક્ટોબર, 2024

ભુજ લોહાણા મહાજન યોજિત 14મા દૃષ્ટિ સેવા કેમ્પમાં 20 દર્દીએ લાભ લીધો

ભુજ, તા. 24 : અહીંના લોહાણા મહાજન દ્વારા 14મો દૃષ્ટિ સેવા કેમ્પ યોજાયો હતો, જેમાં 20 દર્દીએ લાભ લીધો હતો. એલ.એન.એમ. લાયન્સ હોસ્પિટલ ભુજના સંયુક્ત ઉપક્રમે સર્વે જ્ઞાતિ માટે દર મહિનાના ચોથા ગુરુવારે યોજાતા આ નિ:શુલ્ક મોતિયા, વેલ, ઝામર, અને પડદાનું ચેકઅપ નાનજી સુંદરજી સેજપાલ ભુજ લોહાણા મહાજનવાડી ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ભુજ તથા આસપાસનાં ગામડાંમાંથી આવેલા 20 લાભાર્થીએ લાભ લીધો હતો. દર મહિને યોજાતા કેમ્પમાં નબળા પડદા ધરાવતા તથા અન્ય આંખના રોગની આધુનિક મશીન દ્વારા તપાસણી કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં મોતિયા, વેલના ચાર દર્દીનાં ઓપરેશન વિનામૂલ્યે ભુજની લાયન્સ હોસ્પિટલમાં કરવામાં આવશે. આંખના નંબર પણ હોસ્પિટલ ખાતે કાઢી આપવામાં આવશે. સામાન્ય આંખના દર્દીઓને દવા (આઈ ડ્રોપ્સ) અને ઓપરેશન કરાવનારા દર્દીઓને પંદર દિવસની દવા અને કાળા ચશ્મા નિ:શુલ્ક આપવામાં આવશે. આ કેમ્પમાં લાયન્સ હોસ્પિટલના હરેશભાઈ પરમાર (એલ. એન. એમ. એડમિન), સંજયભાઈ ભાટી (આંખ ચેકઅપ), સુરેશભાઈ ચંદે (સ્ટાફ)એ સેવા આપી હતી. કેમ્પમાં ભુજ લોહાણા મહાજનના પ્રમુખ ડો. મુકેશભાઈ ચંદે, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર, મંત્રી હિતેશભાઈ ઠક્કર, ખજાનચી મૂળરાજભાઈ ઠક્કર, આરોગ્ય સમિતિના ચેરમેન ચેતનભાઈ ઠક્કર, હર્ષદભાઈ ઠક્કર, હર્ષદભાઈ ભીંડે, જગદીશભાઈ ઠક્કર, દિલીપભાઈ ઠક્કર, ધીરજભાઈ ઠક્કર, હેમંતભાઈ પલણ, યુવામંડળના પ્રમુખ નીલભાઈ સચદે, જીત ઠક્કર, માંડવીના હરેશભાઈ ગણાત્રા, હિમાંશુભાઈ ચંદે, પ્રાણલાલભાઈ ઠક્કર તથા આ કેમ્પને સફળ બનાવવા માટે મહાજનના સ્ટાફગણ વ્યવસ્થામાં સાથે રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang