• શુક્રવાર, 25 ઑક્ટોબર, 2024

લોકો સામૂહિક રીતે સ્વચ્છતાની સાથે સ્વસ્થતા કેળવવા માટેના આગ્રહી બને

ભુજ, તા. 24 : સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થા, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત તાલુકા પંચાયત કચેરી નલિયા ખાતે અબડાસા તાલુકાના તલાટી અને સરપંચની તાલીમ યોજાઇ હતી. આ તાલીમનો મુખ્ય હેતુ ગ્રામ્યકક્ષાએ ઘન અને પ્રવાહી કચરાના યોગ્ય, સુચારુ અને કાયમી નિકાલ કરવા અંગે માર્ગદર્શન પૂરું પાડવાનો હતો.  લોકો સામૂહિક રીતે સ્વચ્છતા સાથે સ્વસ્થતાના આગ્રહી બને અને વ્યવહારુ જીવનમાં કાયમી ધોરણે ઘન અને પ્રવાહી કચરાનો યોગ્ય અને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં સ્વૈચ્છિક રીતે કટિબદ્ધ બને તે માટે કર્મચારીઓને તાલીમથી માહિતગાર કરવામાં આવ્યા હતા. રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થા અમદાવાદના માસ્ટર ટ્રેનર્સ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. તાલીમમાં તાલુકા વિકાસ અધિકારી બી. એન. ચૌધરી, સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ યોજનાના જિલ્લાના એમ.આઈ.એસ. કન્સલ્ટન્ટ મુકુંદ શ્રીમાળી, સ્વચ્છ ભારત મિશન ગ્રામીણના તાલુકા બ્લોક કો- ઓર્ડિનેટર, ક્લસ્ટર કો- ઓર્ડિનેટર તેમજ તાલુકાની પંચાયતોના સરપંચો અને તલાટીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang